1

Divya Bhaskar

Home » Business » Latest News » UK High Court orders seizure of Vijay Mallya’s Londan based assets

લંડનમાં જપ્ત થશે વિજય માલ્યાની પ્રોપર્ટી, UK હાઇકોર્ટે આપી મંજૂરી

Divyabhaskar.com | Last Modified - Jul 05, 2018, 07:54 PM IST

બ્રિટિશ હાઇકોર્ટે ગુરુવારે ભારતીય બેન્કોની અરજી પર આ આદેશ આપ્યો હતો.

  • UK High Court orders seizure of Vijay Mallya’s Londan based assets

    નવી દિલ્હીઃ બ્રિટિશ અધિકારીઓ વિજય માલ્યાની લંડન સ્થિત સંપત્તિની તપાસ અને જપ્તી કરી શકશે. બ્રિટિશ હાઇકોર્ટે ગુરુવારે ભારતીય બેન્કોની અરજી પર આ આદેશ આપ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓ કાર્યવાહી દરમિયાન જરૂર પડ્યે પોલીસની પણ મદદ લઇ શકશે. જોકે, કોર્ટે એ સ્પષ્ટ કર્યું છે કે બેન્ક આ આદેશનો ઉપયોગ તેમની રીકવરી માટે નહિ કરી શકે.

    કોર્ટે જણાવ્યું કે અમારી તપાસ અધિકારી અને તેમને આધિન કામ કરનારી કોઇ પણ તપાસ એજન્સીના અધિકારી લંડનની નજીક હર્ટફોર્ડશાયર સ્થિત માલ્યાની સંપત્તિઓની તપાસ અને જપ્તીની કાર્યવાહી કરી શકે છે. આ સંપત્તિઓમાં લેડીવૉક, બ્રામ્બ્લે લોજ પણ સામેલ છે. હાલના સમયમાં માલ્યા અહીં રહે છે. બેન્કોના 9,000 કરોડ રૂપિયાના દેવાદાર માલ્યા બે વર્ષથી લંડનમાં રહે છે.

    ભારતમાં પ્રોપર્ટી જપ્ત નહિ કરી શકે પોલીસઃ કોર્ટ


    બીજી બાજુ, બેંગ્લુરુ પોલીસે ગુરુવારે દિલ્હીની એક અદાલતમાં જણાવ્યું કે માલ્યાની 159 સંપત્તિની ઓળખ થઇ ચૂકી છે. જોકે, કોર્ટે જણાવ્યું કે આ સંપત્તિઓને પોલીસ જપ્ત નહિ કરી શકે. ઇડીએ કોર્ટને જણાવ્યું છે કે બેંગ્લુરુ પોલિસને તપાસ માટે વધુ સમય આપવામાં આવશે.

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending