અફવા અને હિંસા ફેલાવનાર સામે ટ્વિટરે કરી કાર્યવાહી, 2 મહિનામાં 7 Cr એકાઉન્ટ બંધ

ટ્રોલ અને ગંદી કોમેન્ટથી બચવા માટે મે-જૂનમાં નકલી એકાઉન્ટ બંધ કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું

divyabhaskar.com | Updated - Jul 07, 2018, 09:37 AM
ટ્વિટરે સાત કરોડ નકલી એકાઉન્ટ
ટ્વિટરે સાત કરોડ નકલી એકાઉન્ટ

સાન ફ્રાન્સિસ્કો: ટ્વિટરે સાત કરોડ નકલી એકાઉન્ટ બંધ કરી દીધા છે. કંપનીએ મે અને જૂન મહિનામાં ખાસ અભિયાન શરૂ કરીને આવા એકાઉન્ટની ઓળખ કરી છે જેનો ટ્રોલ અને અફવા ફેલાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ચીનની ન્યૂઝ એજન્સી શિન્હુઆના જણાવ્યા પ્રમાણે, રાજકીય પ્રેશર વધ્યા પછી ટ્વિટર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

બીજા દેશોથી કંટ્રોલ કરવામાં આવતા નકલી એકાઉન્ટ પર નજર ન રાખી શકાતી હોવાથી અમેરિકન સંસદ કોંગ્રેસે ટ્વિટરની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, અફવા ફેલાતા આ એકાઉન્ટના કારણે અમેરિકાનું રાજકારણ પ્રભાવિત થઈ રહ્યું છે. ટ્વિટર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબરમાં વધારે નકલી ખાતાઓ બંધ કરવામાં આવ્યા હતા. છેલ્લા અમુક મહિનાઓ દરમિયાન એક દિવસમાં 10-10 લાખ ખાતાઓ બંધ કરવામાં આવ્યા છે.

ભારતમાં સૌથી વધુ ટ્રોલની ઘટનાઓ સામે આવી છે. થોડા દિવસ પહેલાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ચતુર્વેદી અને તેમની દીકરીને નકલી ટ્વિટર એકાઉન્ટ ઉપરથી ધમકી આપવામાં આવી હતી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પણ ટ્રોલ કરવામાં આવ્યા હતા. ભારતમાં ટ્વિટરના 3.04 કરોડ યુઝર્સ છે. 2019 સુધીમાં તેમની સંખ્યા 3.44 કરોડ પહોંચવાનો અંદાજ છે.

ગયા મહિને ટ્વિટરે બદલી હતી પોલિસી


- પોતાના ટ્વિટર પ્લેટફર્મ પર નફરત અને હિંસા ફેલાવનાર પોસ્ટને બંધ કરવા માટે ટ્વિટરે ગયા મહિને તેમની પોલિસીમાં ફેરફાર કર્યા હતા. તેના માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અને કર્મચારીઓની સંખ્યા વધારવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. કંપનીના વાઈસ પ્રેસિડન્ટ ડેલ હાર્વેએ જણાવ્યું હતું કે, એ નક્કી કરવામાં આવે કે ટ્વિટર દ્વારા લોકોને વિશ્વસનીય, પ્રાસંગિક અને ઉચ્ચ ગુણવત્તાવાળી સૂચના મળી શકે. શંકાસ્પદ ખાતા પર ટ્વિટરની આ કાર્યવાહીની અસરથી યુઝર્સની સંખ્યા પર અસર થઈ શકે છે. એપ્રીલ-જૂન ત્રિમાસીક ગાળાના આંકડા આવવાના બાકી છે, તેમાં યુઝર્સની સંખ્યા ઘટી શકે છે.

X
ટ્વિટરે સાત કરોડ નકલી એકાઉન્ટ ટ્વિટરે સાત કરોડ નકલી એકાઉન્ટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App