વિવાદ / અમેરિકાના વાહનો પર આયાત ડ્યુટી ઘટાડવા ચીન તૈયાર, ટ્રેડ વોર શાંત થયા બાદ ટ્રમ્પે આપ્યું નિવેદન

ચાઈનીઝ ઈમ્પોર્ટ પર અમેરિકા હાલ ડ્યુટી નહી વધારે

Divyabhaskar.com | Updated - Dec 03, 2018, 01:02 PM
Trump says China to cut tariffs on US made autos after trade war truce

- અમેરિકાના રષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે
- ચીનમાં અમેરિકાના વાહનોની આયાત પર હાલ 40 ટકા ડ્યુટી છે
- બંને દેશોની વચ્ચે 90 દિવસ માટે ટ્રેડ વોર રોકવા પર સહમતિ બની છે

બિઝનેસ ડેસ્કઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે રાતે કહ્યું કે ચીન અમેરિકાના વાહનો પર આયાત ડ્યુટી ઘટાડવા અને ખત્મ કરવા માટે રાજી છે. ટ્રમ્પે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. જોકે તેમણે એ નથી જણાવ્યું કે ચીન ઈમ્પોર્ટ ડ્યુટી કેટલી ઓછી કરશે. અમેરિકાથી આયાત થનાર વાહનો પર ચીનમાં હાલ 40 ટકા ડ્યુટી લાગે છે.

ચાઈનીઝ ઈમ્પોર્ટ પર અમેરિકા હાલ ડ્યુટી નહી વધારે

- અમેરિકા અને ચીનની વચ્ચે છેલ્લા ઘણાં સમયથી ટ્રેડ વોર ચાલી રહ્યું હતું. જોકે શનિવારે ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મિટિંગ બાદ વેપાર વિવાદ શાંત પડી ગયો હતો. અર્જેન્ટીનામાં જી-20 સમિટ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી.

- ટ્રમ્પ અને જિનપિંગની વચ્ચેની મિટિંગમાં એ બાબતે સહમતિ બની કે અમેરિકા 1 જાન્યુઆરીથી ચાઈનીઝ ઈમ્પોર્ટ પર પ્રસ્તાવિત આયાત ડ્યુટીના વધારાનેે લાગુ નહિ કરે. તેને 90 દિવસ માટે ટાળી દેવામાં આવ્યો છે. આ સિવાય ચીન એ બાબતે પણ રાજી થયું છે કે તે અમેરિકા પાસેથી કૃષિ ઉત્પાદોની ખરીદી વધારશે.

- અમેરિકા એ પણ કહ્યું છે કે વ્યાપાર વિવાદ પર 90 દિવસમાં કોઈ ડિલ ન થઈ તો તે 200 અબજ ડોલરના ચાઈનીઝ ઈમ્પોર્ટ પર આયાત ડ્યુટી 10 ટકાથી વધારીને 25 ટકા કરી દેશે.

- બંને દેશોની વચ્ચે બીજા વિવાદો પર ચર્ચા શરૂ કરવા પર સહમતિ બની હતી. તેમાં બૌદ્ધિક મિલકતની સુરક્ષા, ડ્યુટી ફ્રી વેપાર અને સાયબર ચોરીના મુદ્દા સામેલ છે. અમેરિકા લાંબા સમયથી ચીન પર બૌદ્ધિક મિલકતની ચોરીનો આરોપ લગાવી રહ્યું છે.

X
Trump says China to cut tariffs on US made autos after trade war truce
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App