ખર્ચ / ટ્રાઈએ ટીવી બિલ પરનો રિપોર્ટ ફગાવ્યો, નવા નિયમોથી ટીવી જોવાનુ મોંઘુ બનશે નહીં

divyabhaskar.com | Updated - Feb 08, 2019, 09:38 AM
Trai rejected the report on TV Bill, new rules would not be costly to watch TV
X
Trai rejected the report on TV Bill, new rules would not be costly to watch TV

  • ટીવી બિલમાં 25 ટકા સુધી વૃદ્ધિની દહેશત ક્રિસિલે વ્યક્ત કરી
  • જો ગ્રાહકો ટોપ 10 ચેનલની પસંદગી કરે છે તો તેનુ બિલ 25 ટકા સુધી વધી શકે છે

બિઝનેસ ડેસ્ક. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ નવા નિયમોથી ગ્રાહકોના ટીવી ચેનલ બિલમાં વૃદ્ધિ ન થવા વિશ્વાસ અપાવ્યો હતો. ટ્રાઈએ ક્રિસિલનો રિપોર્ટ ફગાવતા ટ્રાઈ ચેરમેન આર.એસ. શર્માએ જણાવ્યુ છે કે, ક્રિસિલનો રિપોર્ટ પાયાવિહોણો છે. જેમાં કોઈ તથ્ય નથી. ડીટીએચ પ્રોવાઈડર ચેનલોની પસંદગી અને મલ્ટીપલ ટીવી કનેક્શન, ઉપરાંત લાંબાગાળાના પેક મામલે નવા નિયમો સંપૂર્ણપણે લાગૂ કરી નથી. ગ્રાહકોને ચેનલ પસંદ કરવાની સ્વતંત્રતા મળી છે. જેમાં અડચણો ઉભી કરશો નહીં.

ક્રિસિલનો રિપોર્ટ : ઓછી ચેનલ પસંદ કરવા પર જ બચત થશે

ટોપ-3 ચેનલ પસંદગી પર
1.
વિગત ખર્ચ 
100 ફ્રી ચેનલ 130 
ટોપ3 ચેનલ 32 
જીએસટી 29 
કુલ 191 

 

ટોપ-10 ચેનલ પસંદગી પર
2.
વિગત ખર્ચ 
100 ફ્રી ચેનલ 130 
ટોપ 10 ચેનલ 122
જીએસટી 45
કુલ 297

 

ટોપ 25 ચેનલ પસંદગી પર
3.
વિગત ખર્ચ 
100 ફ્રી ચેનલ 130 
ટોપ 25 ચેનલ 241 
જીએસટી 67 
કુલ 438 

(આંકડા રૂ.માં, સ્ત્રોત : બાર્કના રેટિંગ મુજબ)

ટોપ-10 ચેનલ પર 25 ટકા વધુ ખર્ચ
4.ક્રિસિલે જણાવ્યુ છે કે, નવી ગાઈડલાઈન મુજબ બ્રોડકાસ્ટર અને ડિસ્ટ્રીબ્યુટર દ્વારા કિંમત નક્કી કરવામાં આવી રહી છે. જેથી ટીવી ચેનલનું બિલ વધશે. જો ગ્રાહકો ટોપ 10 ચેનલની પસંદગી કરે છે તો તેનુ બિલ 25 ટકા સુધી વધી શકે છે. ગ્રાહકોને રૂ. 230-240 ચૂકવવા પડતા હતા. 
ક્રિસિલનો રિપોર્ટ પાયાવિહોણો : ટ્રાઈ
5.ટ્રાઇના મતે ક્રિસિલે જે આધારે ચેનલની પસંદગી કરી છે. જે ગ્રાહકોની પસંદ મુજબ નથી. કોઈપણ ગ્રાહક હિન્દી, તમિલ, બાંગ્લા, મલયાલમ, અને અંગ્રેજીની ચેનલ પસંદ કરી શકાશે નહીં. ટ્રાઈના ચેરમેન જણાવે છે કે, બંને અલગ ઓપરેટર્સના જુના અને નવા ભાવોની તુલના કરી છે. 
ટ્રાઈ પ્રમુખ અનુસાર બંને ઓપરેટરના નવા બિલ જુનાની તુલનાએ સસ્તા
6.

ટ્રાઈએ જણાવ્યુ છે કે, કોઈપણ ગ્રાહક જુદી-જુદી ભાષાની ચેનલ એક સાથે પસંદ કરશે નહીં. ક્રિસિલે જે ટોપ 10 ચેનલ પસંદ કરી છે તે જુદી-જુદી ભાષાની છે. 

દિલ્હી અને મુંબઈના બે જુદા-જુદા ઓપરેટર્સ સાથે જુના અને નવા નિયમો હેઠળ બિલની તુલના કરી છે. અને જાણવા મળ્યુ છે કે, બિલમાં ઘટાડો આવશે. જો કે, ટ્રાઈએ ચેનલની યાદી જાહેર કરી નથી.

અમુક ગ્રાહકોનું ડીટીએચ બંધ થવા પર એરટેલને નોટિસ
7.ટ્રાઈએ ડીટીએચ સેવા બંધ કરવા બદલ એરટેલને નોટિસ પાઠવી છે. એરટેલના અમુક ડીટીએચ ગ્રાહકોને નવી વ્યવસ્થામાં ટ્રાન્સફર થવામાં મુશ્કેલીઓ નડી રહી છે. તેઓને ડીટીએચ સેવાઓનો લાભ મળી રહ્યો નથી. ટ્રાઈએ આ મામલે એરટેલને નોટિસ પાઠવી 3 દિવસમાં જવાબ આપવા કહ્યુ છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App