પ્રોવિડન્ટ ફન્ડ / IL&FSનો બોન્ડ્સ અસુરક્ષિત દેવામાં જતા 14 લાખ કર્મચારીઓના પૈસા ફસાવાનું જોખમ

Divyabhaskar.com | Updated - Feb 14, 2019, 04:32 PM
Thousands of crores of PF money at risk due to IL&FS exposure
X
Thousands of crores of PF money at risk due to IL&FS exposure

  • પ્રોવિડન્ટ એન્ડ પેન્શન ફન્ડ ટ્રસ્ટે આ મામલે ટ્રીબ્યુનલમાં અરજી કરી છે
  • લગભગ 50 જેટલા ફન્ડ્સે આઈએલએન્ડએફએસના ગ્રુપના બોન્ડ્સમાં રોકાણ કર્યું છે

મુંબઈઃ પ્રોવિડન્ટ એન્ડ પેન્શન ફન્ડ ટ્રસ્ટે કરોડો રૂપિયાનું રોકાણ IL&FS(ઈન્ફ્રાસ્ટ્રકચર લિઝિંગ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસ) ગ્રુપના બોન્ડસમાં કર્યું છે. પરંતુ હાલ આ બોન્ડ્સ અનસિક્યોર્ડ ડેટ(અસુરક્ષિત દેવા)માં આવી ગયો હોવાથી નેશનલ કમ્પની લો એપિલેટ ટ્રીબ્યુનલમાં ટ્રસ્ટે અરજી કરી છે. લગભગ 50 જેટલા ફન્ડ્સ કે જેમાં 14 લાખ જેટલા કર્મચારીઓના રિટાયરમેન્ટના પૈસા છે તેનું રોકાણ IL&FS ગ્રુપના બોન્ડસમાં કરવામાં આવ્યું છે. આ રોકાણ વિવિધ PSU, પ્રાઈવેટ કંપનીઓ અને ઈલેકટ્રિસિટી બોર્ડે કર્યું છે. તે લોકોને આ રોકાણ કરવામાં આવેલા પૈસા અનસિક્યોર્ડ ડેટના પગલે ડૂબી જવાનો ભય છે.

બોન્ડ્સને ટ્રીપલ Aનું રેટિંગ મળ્યું હતું

1.ઉલ્લેખનીય છે કે કંપનીના બાન્ડ્સને ટ્રીપલ A કેટેગરીનું રેટિંગ આપવામાં આવ્યું હોવાથી તેમાં રોકાણની પસંદગી રિટાયરમેન્ટ ફન્ડ દ્વારા કરવામાં આવી હતી. તેમાં રિસ્ક પણ ખૂબ જ ઓછું હોય છે, પરંતુ તેમાં વ્યાજ દર ઓછો હોય તેવા સંજોગોમાં પણ નક્કી રિટર્ન મળે છે.
2.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈન્ડિયન ઓઈલ, CIDCO, HUDCO, IDBI, SBI, ઈલેકટ્ર્ીસિટી બોર્ડ ગુજરાત અને હિમાચલ પ્રદેશ સહિતે પણ આ અંગે  અરજીઓ કરી છે. આ સિવાય તેમાં પ્રાઈવેટ સેકટરની કંપનીઓના પીએફ હિન્દુસ્તાન લિવર અને એશિયન પેઈન્ટનો પણ સમાવેશ થાય છે.
3.ઉલ્લેખનીય છે કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, લાઈફ ઈન્શ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ પણ આઈએલએન્ડએફએસને પ્રમોટ કરી હોવાથી વિવિધ પ્રોવિડન્ટ ફન્ડો તેમાં રોકાણ કરે છે. અને તે પ્રોવિડન્ટ ફન્ડોમાં જાણીતી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App