Home » Business » Latest News » શહેર માટે મુસીબત બન્યો હતો કચરો, તેમાંથી થવા લાગી રોજ રૂ.15,000ની કમાણી | This man applied an idea and gets revenue of Rs.15,000 daily from waste

શહેર માટે મુસીબત બન્યો હતો કચરો, હવે તેમાંથી થાય છે રોજ રૂ.15,000ની કમાણી

Divyabhaskar.com | Updated - Sep 05, 2018, 05:57 PM

દેશના 5મા સૌથી સ્વચ્છ શહેર ડુંગરપુરના નગર પરિષદના ચેરમેન કેકે ગુપ્તાએ સમસ્યારૂપ કચરા માટે યોજના બનાવી.

 • શહેર માટે મુસીબત બન્યો હતો કચરો, તેમાંથી થવા લાગી રોજ રૂ.15,000ની કમાણી | This man applied an idea and gets revenue of Rs.15,000 daily from waste
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ડુંગરપુરના નગર પરિષદના ચેરમેન કે કે ગુપ્તાએ કચરાના અન્ય ઉપયોગ માટે પણ યોજના વિચારી છે.

  નવી દિલ્હીઃ એક સમયે શહેર માટે સમસ્યારૂપ બનેલો કચરો કમાણી આપતો થઇ જાય તે ઘટનાથી બધાને નવાઇ લાગે જ. અહીં એવા એક માણસની વાત કરી રહ્યા છીએ કે જેમણે શહેર માટે મુસીબત સર્જનારા કચરાને આવકનું સાધન બનાવી દીધું છે. નવાઇની વાત છે કે આ શહેરમાં કચરો રોજ 15,000 રૂપિયા કમાઇ આપે છે. એટલું જ નહિ, તેની મારફત ગેસ બનાવવાના પ્લાન પર પણ કામ ચાલી રહ્યું છે. સરકારે જાહેર કરેલા દેશના 5મા સૌથી સ્વચ્છ શહેર ડુંગરપુરના નગર પરિષદના ચેરમેન કે કે ગુપ્તાની અહીં વાત કરવાની છે. શહેર માટે તેમના દ્વારા કરવામાં આવેલી પહેલોનો આ એક હિસ્સો છે.

  દૈનિક થાય છે 15,000 રૂપિયાની કમાણી


  ગુપ્તાએ મનીભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા જ્યારે તેઓ અધ્યક્ષ તરીકે નીમાયા હતા ત્યારે શહેરમાં કચરાની ભારે સમસ્યા હતી અને તેના કારણે શહેરની બહાર કચરાનો પહાડ ખડકાયો હતો. ડમ્પિંગની સમસ્યાથી શહેરમાં કચરો ઉપાડવાના કામને પણ અસર થઇ હતી. તેથી તેમણે કચરાના નિકાલ માટે તેમાં વેચવા યોગ્ય મટિરીયલ્સને વીણી કાઢવાનું કામ શરૂ કરાવ્યું. આજે રૂ.5-6 પ્રતિ કીલોના દરે વેસ્ટના વેચાણથી રોજ રૂ.15,000ની રેવન્યુ પ્રાપ્ત કરે છે. આ કામમાં પણ તેમણે એવા લોકોને જોડ્યા જે શહેરની સુંદરતા માટે અળખામણા બન્યા હતા.

  ભિખારીઓની મદદથી બદલી શહેરની તસવીર


  ગુપ્તા કહે છે કે તેમણે કચરો ફેંદવાના કામ માટે શહેરમાં ફરતા ભિખારીઓ અને કચરો વીણતા લોકોને જોડ્યા. તેનાથી તેમને પણ રોજગાર મળવા લાગ્યો અને નગર પરિષદની મોટી મુશ્કેલી સરળ બની ગઇ. આ સાથે તેમણે કચરાના અન્ય ઉપયોગ માટે પણ યોજના વિચારી છે.

  આગળ વાંચો...

 • શહેર માટે મુસીબત બન્યો હતો કચરો, તેમાંથી થવા લાગી રોજ રૂ.15,000ની કમાણી | This man applied an idea and gets revenue of Rs.15,000 daily from waste
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  તૈયાર કર્યો બાયોગેસ પ્લાન્ટ


  ગુપ્તાએ જણાવ્યું કે સૂકા કચરા પછી તેમને ભીના કચરાના ઉપયોગનું કામ પણ શરૂ કર્યું છે. તે માટે તેમણે એક બાયોગેસ પ્લાન્ટ લગાવ્યો છે. તેમાંથી મીથેન ગેસનું ઉત્પાદન કરવામાં આવે છે. તેને બાયોગેસ બર્નિંગ સ્ટવમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

   

  આગળ વાંચો....

 • શહેર માટે મુસીબત બન્યો હતો કચરો, તેમાંથી થવા લાગી રોજ રૂ.15,000ની કમાણી | This man applied an idea and gets revenue of Rs.15,000 daily from waste

  ડુંગરપુરને મળ્યો બિલ ગેટ્સનો સાથ


  ડુંગરપુરને વિશ્વના બીજા મોટા અમીર અને માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સનો પણ સાથ મળ્યો છે. બિલ ગેટ્સની સંસ્થા બિલ એન્ડ મિલિન્ડા ગ્રુપે સ્વચ્છતા પરના રીસર્ચ માટે એશિયાના 16 શહેરોની પસંદગી કરી હતી. આ લિસ્ટમાં ડુંગરપુર સહિત ભારતના ચાર શહેરો પણ સામેલ છે. ગુપ્તાએ જણાવ્યું કે સ્વચ્છતા અભિયાનથી ગયા વર્ષની તુલનામાં શહેરમાં મલેરિયા, પોલિયો જેવી બિમારીઓ 90 ટકા સુધી ઘટી ગઇ છે. યુનિસેફ અને વિશ્વ આરોગ્ય સંગઠને પણ ડુંગરપુરને સ્વસ્થ જિલ્લો જાહેર કર્યો છે.

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ