Home » Business » Latest News » this is life of BS Yeddyurappa From job with Rs.300 to marriage with daughter of employer

રૂ.300ની નોકરી અને માલિકની પુત્રી સાથે લગ્ન, યેદિયુરપ્પા જીવ્યા છે આવી લાઇફ

Divyabhaskar.com | Updated - May 15, 2018, 07:38 PM

ખૂબ ધાર્મિક મનાતા યેદિયુરપ્પાની જિંદગી ઘણી રોચક અને રસપ્રદ રહી છે.

 • this is life of BS Yeddyurappa From job with Rs.300 to marriage with daughter of employer
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ઊભરી છે. જીતનો દાવો કરનારી કોંગ્રેસ અને કિંગમેકર ગણાતી જનતા દલ સેક્યુલર (જેડીએસ) દોડમાં પાછળ રહી ગયા. રાજ્યના સીએમ અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા પોતે એક બેઠક પર ચૂંટણી હારી ગયા છે.

  ભાજપને મળેલી સફળતા પાછળ આ બીએસ યેદિયુરપ્પાનો સૌથી મોટો હાથ છે. કર્ણાટકમાં ભાજપનો સૌથી મોટો ચહેરો હોવા સાથે તેઓ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે. તેમના નેતૃત્વમાં 2008માં ભાજપને દક્ષિણ ભારતમાં પોતાની પહેલી સરકાર બનાવવામાં સફળતા મળી હતી. આ વખતે પણ તેો સીએમ પદના ઉમેદવાર છે. ખૂબ ધાર્મિક મનાતા યેદિયુરપ્પાની જિંદગી ઘણી રોચક અને રસપ્રદ રહી છે. તેમના લગ્નથી લઇને રાજકીય સફર પર નજર કરી લઇએ.

  1. રાઇસ મિલમાં ક્લાર્ક તરીકે કર્યું કામ


  યેદિયુરપ્પાની 4 વર્ષની ઉંમરમાં તેમની માતાનું અવસાન થયું. 1965માં યેદિયુરપ્પાએ પહેલી નોકરી લીધી જે સોશ્યલ વેલ્ફેર ડિપાર્ટમેન્ટમાં ફર્સ્ટ ડિવિઝન ક્લાર્કની હતી. પણ મન ના લાગ્યું તો નોકરી છોડી દીધી. તે પછી તેઓ શિકારીપુરા આવ્યા અને વીરભદ્ર શાસ્ત્રીની રાઇસ મિલમાં ક્લાર્કની નોકરી કરવા લાગ્યા.

  2. મિલમાલિકની પુત્રી સાથે લગ્ન


  યેદિયુરપ્પાના લગ્નનો કિસ્સો પણ રોચક છે. અભ્યાસ પૂરો કર્યા પછી યેદિયુરપ્પા કામ શોધતા હતા. તેમના પારિવારિક મિત્ર અને મૈસૂરમાં એન્જિનિયર તરીકે કામ કરતા શિવાકુમારે તેમની મુલાકાત વીરભદ્ર શાસ્ત્રી સાથે કરાવી. શાસ્ત્રીએ તેમને ક્લાર્ક તરીકે રાખી લીધા. યેદિયુરપ્પાની કુશળતાને જોઇને વીરભદ્ર શાસ્ત્રીએ તેમની પુત્રી મિત્રા દેવીને તેમની સાથે પરણાવી. જોકે, 2004માં મિત્રા દેવાનું અવસાન થયું.

  આગળ વાંચો... યેદિયુરપ્પાની રોચક લાઇફ

  100 રૂપિયાથી સસ્તાં આ 5 શેરોમાં રોકાણનો મોકો, આપી શકે છે 69% જેટલું વળતર

 • this is life of BS Yeddyurappa From job with Rs.300 to marriage with daughter of employer
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  લગ્ન વખતે યેદિયુરપ્પા પોતાની પત્ની મિત્રા દેવી સાથે

  3. રાજકારણમાં પ્રવેશ


  એવું કહેવાય છે કે મિત્રા દેવી સાથેના લગ્ન તેમના જીવનનો ટર્નિંગ પોઇન્ટ હતો. યેદિ સંઘ સાથે અગાઉથી જોડાઇ ચૂક્યા હતા. પરંતુ લગ્નના 2 વર્ષ પછી તેમણે રાજકારણમાં પ્રવેશાવનો નિર્ણય કર્યો. યેદીની પુત્રી ઉમા દેવીએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે તેમણે રાજકારણમાં જવાનો નિર્ણય કર્યો તો મિત્ર દેવીના માતા-પિતા એટલે કે ઉમા દેવીના નાના-નાનીએ તેમના જમાઇને સૌથી વધુ પ્રોત્સાહિત કર્યા.

   

  આગળ વાંચો...

 • this is life of BS Yeddyurappa From job with Rs.300 to marriage with daughter of employer
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  યુવાન વયે સૂટ-બૂટમાં સજજ યેદિયુરપ્પા. 1983માં સીએમ બન્યા પછી હવે તેઓ માત્ર સફારી સૂટ જ પહેરે છે.

  4. હાર્ડવેરની દુકાન ખોલી


  લગ્ન કર્યા પછી રાજકારણમાં આવ્યા બાદ યેદિયુરપ્પાએ એક હાર્ડવેરની દુકાન પણ ખોલી હતી. પોતાના પરિવારને ચલાવવા માટે તેમણે શિવમોગામાં આ દુકાન ખોલી હતી.

   

  5. માત્ર રૂ.300માં નોકરી પણ કરી


  યેદિયુરપ્પાનું શરૂઆતનું જીવન મુશ્કેલીભર્યું હતું. 4 વર્ષની ઉંમર હતી ત્યારે માતાનું અવસાન થયું તેના થોડા સમય પછી પિતા પણ મૃત્યુ પામ્યા હતા. તેથી યેદિયુરપ્પાએ થોડો સમય તેમના કાકા સાથે પસાર કર્યો હતો. ગ્રેજ્યુએશનના અભ્યાસ વખતે તેઓ શેષાદ્રિપુરમ કોલેજમાં ઇવનિંગ ક્લાસ કરતા હતા અને દિવસમાં એક સ્થાનિક પ્રાઇવેટ કંપનીમાં રૂ.300ના માસિક પગારની નોકરી કરતા હતા.

   

  આગળ વાંચો...

 • this is life of BS Yeddyurappa From job with Rs.300 to marriage with daughter of employer
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  યેદિયુરપ્પાએ પોતાની રાજકીય સફર જનસંઘથી કરી. તેઓ સંઘની શાખાઓમાં નિયમિત રીતે આવતા જતા રહેતા હતા.

  6. જ્યોતિષીએ કહ્યું તો નામમાં ફેરફાર કર્યો


  યેદિયુરપ્પા પૂજાપાઠમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. 12 મેના રોજ મતદાનના દિવસે પહેલા તેમણે પૂજા કરી અને પછી મત આપવા ગયા હતા. 2007માં એક જ્યોતિષીના કહેવાથી યેદિયુરપ્પાએ પોતાના નામના સ્પેલિંગમાં ફેરફાર કર્યો હતો. તેમણે પોતાનું નામ Yediyurappa થી બદલીને Yeddyurappa કરી દીધું. એટલે જ્યોતિષીની સલાહથી તેમણે પોતાના નામમાં એક વધારાનો d ઉમેરી દીધો.

   

  આગળ વાંચો...

 • this is life of BS Yeddyurappa From job with Rs.300 to marriage with daughter of employer
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  યેદિયુરપ્પા દક્ષિણ ભારતમાં ભાજપનો સૌથી મોટો ચહેરો છે. આ કારણથી વધુ ઉંમર છતાં પક્ષ તેમને આ વખતે સીએમ ઉમેદવાર જાહેર કર્યા છે.

  7. પાર્ટીથી વધારે પોતાના પર ભરોસો


  વર્ષ 2008માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કર્ણાટકમાં સરકારી બનાવી હતી. જોકે, ભ્રષ્ટાચારના આરોપોના કારણે તેમમે 2011 સીએમ પદ છોડવું પડ્યું હતું અને તેઓ ભાજપથી પણ અલગ થયા હતા. ત્યારે લાગ્યું કે લિંગાયત ફેક્ટરની સાથે તેઓ પોતાના બળ પર રાજકારણ કરશે. ભાજપને એ સમજતા વાર ન લાગી કે યેદિયુરપ્પા વિના રાજ્યમાં તેમનો કોઇ જનાધાર નહિ ઊભો થઇ શકે. તેથી 2018ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે તેમને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા.

 • this is life of BS Yeddyurappa From job with Rs.300 to marriage with daughter of employer
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપેયી અને અન્ય નેતાઓ સાથે યેદિયુરપ્પા

  8. કપડાં માટે એકદમ સતર્ક


  યેદિયુરપ્પા પોતાના ડ્રેસ કોડ માટે એકદમ પાક્કા છે. 1983માં પ્રથમવાર ધારાસભ્ય બન્યા. તેપછી તેમણે હળવા રંગનો સફારી સૂટ પહેરવાનું શરૂ કર્યું. ત્યારથી આજ સુધી જાહેર જીવનમાં તેમણે અન્ય કોઇ ડ્રેસ નથી પહેર્યો. ત્યાં સુધી કે એકવાર કન્નડ કોન્ફરન્સ માટે તેમને અમેરિકા જવાનું હતું. ચોખ્ખી ના પાડ્યા છતાં પરિવારના લોકોએ તેમને એક સૂટ પેક કરીને આપ્યું. યેદિયુરપ્પાએ ત્યાં ફક્ત બ્લેઝર જ પહેર્યું આખો સૂટ નહિ.

  9. કાંસકો ન મળે તો ગુસ્સો ચડે
  યેદિયુરપ્પા પોતાના દેખાવ બાબતે બહુ ચોક્સાઇ ધરાવે છે. ઉમા દેવીના જણાવ્યા અનુસાર, જો તેમને કાંસકો, રૂમાલ અને મોજા જેવી ચીજો તેના સ્થાને ન મળે તો એકદમ ગુસ્સે થઇ જાય છે. 

 • this is life of BS Yeddyurappa From job with Rs.300 to marriage with daughter of employer
  સંઘના પોષાકમાં યેદિયુરપ્પા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending

વીડિયો વધુ જુઓ