Divya Bhaskar

Home » Business » Latest News » Every part connected to the Metro Rail system will be built in India itself

મેટ્રોને સ્વદેશી બનાવશે મોદી સરકાર, ભારતમાં જ બનશે દરેક સ્પેર પાર્ટ્સ

Divyabhaskar.com | Updated - Aug 27, 2018, 03:34 PM

સમગ્ર દેશમાં ચાલી રહેલા 22 મેટ્રો પ્રોજેક્ટ દ્વારા મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માગે છે સરકાર

  • Every part connected to the Metro Rail system will be built in India itself

    નવી દિલ્હીઃ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સે સમગ્ર દેશમાં સ્થાપિત કરવામાં આવી રહેલા મેટ્રો રેલ સિસ્ટમના સ્ટેન્ડર્ડાઈઝેશન અને સ્વદેશીકરણની પ્રગતિની સમીક્ષા માટે નીતિ આયોગની સેવા લેવાનો નિર્ણય લીધો છે. મંત્રાલય મુજબ, તેનો ઉદ્દેશ્ય રાજ્યોમાં મેટ્રો રેલ પરિયોજનાઓને લાગુ કરવાના સરકારના 'મેક ઇન ઈન્ડિયા' અભિયાનને પ્રમોટ કરવાનો છે. એક અધિકારીએ કહ્યું કે એન્જિન કોચ, સિગ્નલ સિસ્ટમ, અને કોમ્યુનિકેશન સિસ્ટમના સ્પેસીફિકેશનનું સ્ટેન્ડર્ડાઈઝેશન કરવામાં આવ્યું છે. તેનો મતલબ એવો થયો કે મેટ્રો રેલ સિસ્ટમ સાથે જોડાયેલા તમામ પાર્ટ્સ ભારતમાં જ બનશે.

    નિતી આયોગ કરશે તેની સમીક્ષા


    અધિકારીએ જણાવ્યું કે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે નીતિ આયોગના સભ્ય (વિજ્ઞાન) મેટ્રો રેલ સિસ્ટમના સ્ટેન્ડર્ડાઈઝેશન અને સ્વદેશીકરણની પ્રગતિની સમીક્ષા કરશે. મિનિસ્ટ્રીનો પ્રયાસ રહેશે કે આ કામ નિયત સમયમાં થઈ જાય. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં મેટ્રો રેલ સિસ્ટમના માપદંડ નક્કી કરવાને લઈને 'મેટ્રો મેન' ઈ-શ્રીધરનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવાની મંજૂરી આપી હતી.

    સમગ્ર દેશમાં ચાલી રહ્યા છે 22થી વધુ મેટ્રો પ્રોજેક્ટ


    અધિકારીએ જણાવ્યું કે દેશભરમાં લાગુ કરવામાં આવી રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટના દેશીકરણને મંત્રાલય સુનિશ્ચિત કરવા માંગે છે. હાઉસિંગ તથા અર્બન અફેર્સ મામલાઓના મંત્રાલય અનુસાર દિલ્હી, બેંગલુરુ, મુંબઈ, લખનઉ, ચેન્નઇ, નાગપુર, પુના, કોચી, અમદાવાદ, નોઇડા-ગ્રેટર નોઇડા, હૈદરાબાદ, જયપુર, કોલકાતા અને ગુરુગ્રામમાં 22 પ્રોજેક્ટસ ચાલી રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે દિલ્હી મેટ્રોનો ચોથા ફેઝ ડિસેમ્બર 2020 સુધીમાં અને બેંગલુરુ મેટ્રોનો બીજો ફેઝ 2021 સુધી પૂરો થઈ શકે છે. બીજી તરફ, 2018માં મંજૂરી મેળવનારા નાગપુર મેટ્રો પ્રોજેક્ટને ડિસેમ્બર 2019માં પૂર્ણ થવાની આશા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending