રોબિન ડેનહોમ બનશે અમેરિકાની કાર કંપની ટેસ્લાના નવા ચેરમેન, 14 વર્ષ બાદ હટશે મસ્ક

અમેરિકાના રેગ્યુલેટરના સેટલમેન્ટ પ્રમાણે થશે ફેરફાર

Divyabhaskar.com | Updated - Nov 08, 2018, 03:29 PM
Tesla Names Director Robyn Denholm as Chairman of Board

સનફ્રાન્સિસ્કો રોબિન ડેનહોમ (55 વર્ષ) અમેરિકાની ઈલેકટ્રિક કાપ કંપની ટેસ્લાની અગામી ચેરમેન બનશે. તે હાલના ચેરમેન અલન મસ્ક (47)ની જગ્યા લેશે. ડેનહોલ ઓસ્ટ્રેલિયન ટેલીકોમ્યુનિકેશન્સ કંપની ટેસ્લાની સીએફઓ અને સ્ટ્રેટેજી હેડ છે. છ મહીનાનો નોટીસ પિરિયડ પુરો થવા પર તે ટેસ્લાની જવાબદારી સંભાળશે. કાર કંપનીએ બુધવારે આ અંગેની માહિતી આપી છે. ડેનહોલ ઓગસ્ટ 2014ના ટેસ્લાના બોર્ડમાં સ્વતંત્ર નિર્દેશક તરીકે પણ સામેલ છે.

એલન મસ્ક ટેસ્લાના સીઈઓ રહેશે

અમેરિકાના શેર બજારના રેગ્યુલેટર સિક્યોરિટી એન્ડ એકસચેન્જ કમીશન (એસઈસી)ની સાથે સપ્ટેમ્બરમાં થયેલા સેટલમેન્ટ અંતર્ગત અલન મસ્કને ટેસ્લાનું ચેરમેન પદ છોડવું પડશે. જોકે તે સીઈઓના પદ પર ચાલું રહેશે. સાથે જ બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં પણ સામેલ રહેશે.

ટેસ્લાએ આ વર્ષે ઓગસ્ટમાં કંપનીને શેરબજારમાંથી ડિલિસ્ટ કરાવીને પ્રાઈવેટ કંપનીમાં ટ્રાન્સફર કરવા અંગેની વાત જણાવી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે 420 ડોલર પ્રતિ શેરના હિસાબથી તેમને રોકાણકાર મળી ગયો છે. જોકે પછીથી તે ફરી ગયા હતા.

એસઈસીએ મસ્કના નિવેદનોને છેતરપિંડી ગણાવીને કોર્ટ કેસ કર્યો હતો. જોકે 48 કલાકની અંદર જ સેટલમેન્ટ થઈ ગયું. નિયમોના જણાવ્યા પ્રમાણે, કંપની સાથે સંકળાયેલી કોઈ પણ જાણકારી અગાઉ એસઈસીએ આપવાની હોય છે.

એસઈસીની સાથેના કરાર અંતર્ગત મસ્ક ત્રણ વર્ષ સુધી બે પદો પર ન રહી શકે. ટેસ્લાએ કંપની બોર્ડમાં ડિસેમ્બર સુધીમાં બે નવા રોકાણકારો સામેલ કરવાના રહેશે.

X
Tesla Names Director Robyn Denholm as Chairman of Board
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App