ટેસ્લાના સીઈઓ એલન મસ્કે લાઇવ ઈન્ટરવ્યૂમાં ચરસ પીધું, શેરમાં 6%નો કડાકો

ટેસ્લાના સીઈઓ એલન માસ્કે ચાલુ ઈન્ટરવ્યુમાં ચરસ લીધું
ટેસ્લાના સીઈઓ એલન માસ્કે ચાલુ ઈન્ટરવ્યુમાં ચરસ લીધું

: અમેરિકન ઓટો મોબાઈલ કંપની ટેસ્લા તેમના સીઈઓ એલન મસ્કના કારણે ઘણીવાર મુશ્કેલીઓમાં મુકાઈ ગઈ છે. મસ્ક ગુરુવારે એક લાઈવ ઈન્ટરવ્યુમાં ચરસ લેતાં અને વ્હિસ્કી પીતા જોવા મળ્યા હતા. જ્યારે બીજી બાજુ કંપનીના બે અગ્રણી અધિકારીઓએ નોકરી છોડી દીધી હોવાની વાત પણ સામે આવી છે.

divyabhaskar.com

Sep 08, 2018, 12:47 PM IST

સેનફ્રાંસિસ્કો: અમેરિકન ઓટો મોબાઈલ કંપની ટેસ્લા તેમના સીઈઓ એલન મસ્કના કારણે ઘણીવાર મુશ્કેલીઓમાં મુકાઈ ગઈ છે. મસ્ક ગુરુવારે એક લાઈવ ઈન્ટરવ્યૂમાં ચરસ લેતાં અને વ્હિસ્કી પીતા જોવા મળ્યા હતા. જ્યારે બીજી બાજુ કંપનીના બે અગ્રણી અધિકારીઓએ નોકરી છોડી દીધી હોવાની વાત પણ સામે આવી છે. માનવામાં આવે છે કે આ બધા કારણોથી શુક્રવારે કંપનીના શેરમાં 6.30 ટકાનો ઘટાડો આવ્યો છે. આ પહેલાં મસ્કે નવી કંપની બનાવવાનો ઈન્કાર કર્યો હોવાથી પણ શેરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો.

સીઈઓ એલન મસ્કનો કોમેડિયન જો રોગન સાથે અઢી કલાકથી વઘારે ઈન્ટરવ્યૂ ચાલ્યો હતો. ઈન્ટરનેટ પર તેને લાઈવ બતાવવામાં આવ્યો હતો. બીજી બાજુ શુક્રવારે કંપનીએ માહિતી આપી હતી કે, ચીફ એકાઉન્ટિંગ ડેવ મોર્ટને રાજીનામું આપી દીધું છે. તેઓ મંગળવારથી એક મહિનાની નોટીસ પર છે. મોર્ટને 6 ઓગસ્ટે જ કંપની જોઈન કરી હતી. આ દરમિયાન એચઆર હેડ હેબરિઅલે ટોલેડેનોએ પણ કંપની છોડવાની જાહેરાત કરી છે. આ ખબરની અસર એવી જોવા મળી છે કે, શુક્રવારે ટેસ્લાના શેરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ટોલેડેનો ઘણાં દિવસથી ઓફિસ આવતાં નથી. તેમણે કહ્યું છે કે, તેઓ હવે કામ પર પરત નહીં આવે. આ કારણથી કંપનીના શેરમાં વધારે ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ શેર 6.3 ટકા ઘટીને 263.24 ડોલરની સપાટીએ બંધ થયો છે.

મસ્કે વધારી છે ટેસ્લાની મુશ્કેલીઓ


થોડા દિવસ પહેલાં તેમણે કહ્યું હતું કે, તેઓ ટેસ્લાને પ્રાઈવેટ કંપની બનાવવાનું વીચારી રહ્યા છે. તેના કારણે શેરમાં 11 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે તેના થોડા દિવસ પછી તેમણે તેમનું નિવેદન ફેરવી દીધું હતું. ત્યારપછી ટેસ્લાના શેરમાં 9 ટકાનો ઘટાડો આવ્યો હતો. આ પહેલાં જુલાઈમાં તેમણે થાઈલેમ્ડની ગુફામાં ફસાયેલા બાળકોનું રેસ્ક્યુ કરતી ટીમમાં સામેલ બ્રીટીશ તરવૈયાઓ વિશે ખરાબ ટીપ્પણી કરી હતી. તે સમયે પણ ટેસ્લાના શેરમાં 3 ટકાનો ઘટાડો આવ્યો હતો. રોકાણકારોએ મસ્ક સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ વર્ષે કંપનીના શેરમાં કુલ 15 ટકાનો ઘટાડો આવ્યો છે.

X
ટેસ્લાના સીઈઓ એલન માસ્કે ચાલુ ઈન્ટરવ્યુમાં ચરસ લીધુંટેસ્લાના સીઈઓ એલન માસ્કે ચાલુ ઈન્ટરવ્યુમાં ચરસ લીધું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી