નવા સીમ કાર્ડ માટે આધાર જરૂરી નથી: આઈડી-એડ્રેસ પ્રૂફથી જ મળી જશે કનેક્શન

નવા સીમ કાર્ડનું લાઈવ ફોટો દ્વારા થશે વેરિફિકેશન

Divyabhaskar.com | Updated - Nov 10, 2018, 03:43 PM
Telecom department issue alternate guidelines for issuing new sim cards

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બરમાં સિમ કાર્ડ રજિસ્ટ્રેશન માટેની આધારની અનિવાર્યતા ખત્મ કરવા અંગેનો ચૂકાદો આપ્યો હતો. બાદમાં સરકારે ટેલિકોમ કંપનીઓને હાલના ગ્રાહકો અને નવા ગ્રાહકોને કનેક્શન આપવા માટે આધાર ઈ-કેવાઈસી વેરિફિકેશન બંધ કરાવવા અંગેનો આદેશ આપ્યો હતો. આ અંતર્ગત ટેલિકોમ ડિપાર્ટમેન્ટ(ડીઓટી)એ ટેલિકોમ કંપનીઓ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. આ મુજબ હાલના ગ્રાહકોને નવું સીમ આપવા માટે કંપનીઓ આધાર ઈ-કેવાઈસીનો ઉપયોગ કરી શકશે નહિ.

- નવા સીમ કાર્ડના રજિસ્ટ્રેશન માટે આધાર નંબર આપવો જરૂરી નથી. આ કામ હવે આઈડી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ દ્વારા કરવામાં આવશે.

- ટેલિકોમ કંપનીઓ હવે કસ્ટમર એક્ઝીક્યુશન ફોર્મ (સીએએફ) દ્વારા વેરિફીકેશન કરશે. તેમાં ગ્રાહકનો લાઈવ ફોટો અને એડ્રેસ પ્રૂફની સ્કેન ઈમેજ લગાવવાની રહેશે.

- લાઈવ ફોટોમાં સીએફએફ નંબર, જીપીએસ કોર્ડિનેટ, રિટેલ આઉટલેટનું નામ અને યુનિક કોડ વોટરમાર્ક કરવાનો રહેશે. સાથે જ ફોટો પર સમય અને તારીખ પણ સ્ટેમ્પ કરવાની રહેશે.

- માત્ર ફોટોગ્રાફ પર જ નહી, તમામા આઈડેન્ટીટી પ્રૂફ પર ટેલિકોમ ઓપરેટરોએ વોટરમાર્ક કરવાનો રહેશે. સીએએફ ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરવી જરૂરી છે.

- એવા આઈડી પ્રૂફ જેમા ક્યુઆર કોડ હોય છે, તેને પણ સ્કેન કરી શકાય છે. જેમ કે કોઈ ગ્રાહક પોતાનું આધાર કાર્ડ આપે છે, તો તેને સ્કેન કરીને તેનું નામ, જેન્ડર, જન્મતારીખને લઈ શકાય છે.

- આ સિવાય હવે નવા સિમ કાર્ડના રજિસ્ટ્રેશન માટે ગ્રાહકની પાસે બીજું સિમ કાર્ડ હોવું પણ જરૂરી છે. કારણે તેના આધારે જ નવું સીમ આપવામાં આવશે. બીજા સીમ પર જ ઓટીપી નંબર આવશે, જેનાથી ગ્રાહકને વેરીફાઈ કરવામાં આવશે.

- જો ગ્રાહકની પાસે કોઈ સીમ નથી તો તેણે તેના કોઈ પરિવારના સભ્યનો મોબાઈલ નંબર આપવાનો રહેશે, જેની પર ઓટીપી આવશે. જે ગ્રાહકના હસ્તાક્ષર તરીકે માન્ય ગણાશે.

- સિમ કાર્ડ રજિસ્ટ્રેશન માટે ગ્રાહકે આપેલા આઈડી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફનું વેરીફીકેશન કરવાની જવાબદારી ટેલિકોમ કંપનીઓની રહેશે. વેરિફિકેશન બાદ સિમ કાર્ડ એક્ટિવેટ થશે.

એક દિવસમાં માત્ર 2 સીમ જ મળશે

ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સ અંતર્ગત ટેલિકોમ કંપનીઓ ડિજિટલ કેવાઈસી પ્રોસેસનો ઉપયોગ કરીને ગ્રાહકને દરેક દિવસે તેના આઈડી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ દ્વારા માત્ર બે સિમ કાર્ડ આપી શકશે. આ સિવાય ગ્રાહકના બીજા નંબર પર મળેલા ઓટીપી દ્વારા જ ટેલી-વેરીફીકેશન કરવામાં આવશે.

X
Telecom department issue alternate guidelines for issuing new sim cards
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App