રેન્કિંગ / ટાટા દેશની સર્વશ્રેષ્ઠ બ્રાન્ડ, વેલ્યુ 78,722 કરોડ રૂપિયા, રિલાયન્સનો બીજા નંબર

Divyabhaskar.com

Mar 16, 2019, 04:08 PM IST
Tata, Reliance and Airtel are Best Indian Brands: Interbrand Report
X
Tata, Reliance and Airtel are Best Indian Brands: Interbrand Report

  • બ્રાન્ડ કન્સલ્ટન્સી ઈન્ટરબ્રાન્ડે બહાર પાડ્યું 40 ઈન્ડિયન બ્રાન્ડ્સનું લિસ્ટ
  • ટોપ-10માં 3 બેન્ક; એચડીએફસી બેન્કનો ત્રીજો નંબર, એસબીઆઈ છઠ્ઠા નંબરે
  • બિગ બજાર પ્રથમ વાર લિસ્ટમાં સામેલ, બ્રાન્ડ વેલ્યુ 2,686 કરોડ

મુંબઈ: ટાટા દેશની સર્વશ્રેષ્ઠ બ્રાન્ડ છે. બીજા નંબર પર રિલાયન્સ અને ત્રીજા નંબર પર એરટેલ છે. વિશ્વની પ્રમુખ કન્સલ્ટન્સી ફર્મ ઈન્ટરબ્રાન્ડે 2019 માટે બેસ્ટ ઈન્ડિયન બ્રાન્ડ્સનું લિસ્ટ બહાર પાડ્યું છે. 2018માં ત્રણે ફેકટરી-બ્રાન્ડનું નાણાંકીય પ્રદર્શન, તેની વિશિષ્ટતાઓ અને ગ્રાહકોની પસંદને પ્રભાવિત કરવાની ભૂમિકાના આધાર પર રેન્કિંગ કરવામાં આવ્યું છે. લિસ્ટમાં 40 બ્રાન્ડ સામેલ છે.

ભારતી એરટેલની બ્રાન્ડ વેલ્યુ 32235 કરોડ રૂપિયા

1.

દેશની ટોપ-10 બ્રાન્ડ

બ્રાન્ડ વેલ્યૂ(રૂપિયા કરોડ)
ટાટા 78,722
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 42,826
ભારતી એરટેલ   32,235
એચડીએફસી બેન્ક 29,963
એલઆઈસી 28,095
એસબીઆઈ 25,620
ઈન્ફોસિસ 24,367
મહિન્દ્રા ગ્રુપ 18,389
આઈસીઆઈસીઆઈ બેન્ક 16,993
ગોદરેજ 16,897
2.ટાટાની બ્રાન્ડ વેલ્યુમાં 2018માં 6 ટકાનો વધારો થયો છે. તેમાં ગ્રુપની આઈટી કંપની ટીસીએસનું મહત્વનું યોગદાન રહ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની બ્રાન્ડ વેલ્યુ 12 ટકા વધી છે. તેને જિયોના કારણે મોટો ફાયદો થયો છે. બીજી તરફ એરટેલની બ્રાન્ડ વેલ્યુમાં 13 ટકાનો ઘટાડો આવ્યો છે. 
3.લિસ્ટમાં સામેલ તમામ 40 બ્રાન્ડની કુલ વેલ્યુ 5.2 ટકા વધીને 50.03 અબજ રૂપિયા રહી છે. તેમાં ફાઈનાન્શિયલ સર્વિસિસ સેકટરની કંપનીઓ સૌથી વધુ 27 ટકા અને ઓટોમોબાઈલ સેકટરની કંપનીઓનું 10 ટકા યોગદાન રહ્યું છે.
4.ઈન્ટરબ્રાન્ડ 6 વર્ષથી બેસ્ટ ઈન્ડિયન બ્રાન્ડ્સનું લિસ્ટ જાહેર કરી રહી છે. તેમાં બિગ બજાર અને ડી-માર્ટ પ્રથમ વાર સામેલ થયા છે. બિગ બજારનો 33મો નંબર છે. તેની બ્રાન્ડ વેલ્યુ 2,686 કરોડ રૂપિયા છે. 2,015 કરોડ રૂપિયાન બ્રાન્ડ વેેલ્યુની સાથે ડી-માર્ટ 37માં નંબર પર છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી