નિર્ણય / માલ્યાને ભાગેડું જાહેર કરવાની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી

વિજય માલ્યાએ ગુરૂવારે ટ્વિટ કરીને આ અપીલને રિપીટ કરી હતી કે તે બેન્કોને 100 ટકા લોન ચુકવવા તૈયાર છે

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 03:28 PM
Supreme court notice to ED on mallyas plea against proceedings to declare

- માલ્યાએ EDની કાર્યવાહી સામે અપીલ કરી હતી
- EDએ વિશેષ અદાલત પાસે માલ્યાને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવાની માંગ કરી હતી


નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ શુક્રવારે વિજય માલ્યાની એ માંગને ફગાવી દીધી છે જેમાં તેણે ED (એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ)ની કામગીરી પર પ્રતિબંધ લગાવવાની અપીલ કરી હતી. ઈડીએ મુંબઈ સ્થિત વિશેષ કોર્ટમાં અરજી દાખલ કરવાની માંગ કરી હતી કે માલ્યાને ભાગોડુ આર્થિક અપરાધી તરીકે જાહેર કરવામાં આવે. આ બાબતને માલ્યાએ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. કોર્ટ ઈડીને નોટીસ મોકલીને માલ્યાની અરજી અંગે જવાબ માંગ્યો છે.


બોમ્બે હાઈકોર્ટે પણ માલ્યાની અરજી ફગાવી દીધી હતી

1 આ મામલામાં ગત મહિને બોમ્બે હાઈકોર્ટે માલ્યાની અરજી ફગાવી દીધી હતી. જેની સામે માલ્યાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ઈડી માલ્યાની વિરુદ્ધના મની લોન્ડ્રીંગના મામલાની તપાસ કરી રહ્યું છે. તેણે 22 જૂને વિશેષ કોર્ટમાં અરજી દાખલ કરીને માલ્યાને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરીને તેની સંપતિઓ જપ્ત કરવાનો અધિકાર આપવાની માંગ કરી હતી.

લોનની 100 ટકા રકમ લઈ લો, મામલો ખત્મ કરોઃ માલ્યા

2 વિજય માલ્યાએ ગુરૂવારે ટ્વિટ કરીને આ અપીલને રિપીટ કરી હતી કે તે બેન્કોને 100 ટકા લોન ચુકવવા તૈયાર છે. જોકે તે કિસ્સો ખત્મ થવો જોઈએ કે તેણે પૈસા ચોરયા છે. માલ્યાએ બુધવારે સેટલેમેન્ટનો પ્રસ્તાવ આપતા કહ્યું હતું કે વર્ષ 2016માં જ તે લોન ચુકવવા તૈયાર હતા. તેમણે આ અંગે સરકારને ચિઠ્ઠી પણ લખી હતી, પરંતુ તેને કોઈ જવાબ ન મળ્યો.

X
Supreme court notice to ED on mallyas plea against proceedings to declare
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App