જિયો / ટેલિકોમ કંપનઓના કાર્ટેલેશન ચાર્જની તપાસની માંગ કરતી રિલાયન્સ જિયોની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

વર્ષ 2017માં સીસીઆઈએ કાર્ટેલેશન ચાર્જ મામલે ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો

Divyabhaskar.com | Updated - Dec 05, 2018, 06:13 PM
Supreme Court dismisses CCI request to probe cartel charges against telcos

- અગાઉ અરજીને મુંબઈ હાઈકોર્ટ ફગાવી દીધી હતી
- સીસીઆઈએ મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો

મુંબઈઃ સુપ્રીમ કોર્ટે મુકેશ અંબાણી સંચાલિત રિલાયન્સ જિયો અને CCIની(કોમ્પિટિશન કમીશન ઓફ ઈન્ડિયા) કાર્ટેલેશન (એક સરખી કિંમત વસુલવાનો કરાર) ચાર્જનો ભંગ કરવા સામે વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલની તપાસ કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ અરજી મુંબઈ હાઈકોર્ટ ફગાવી દીધી હતી. બાદમાં CCI(કમીશન ઓફ ઈન્ડિયા) અને રિલાયન્સ જિયો ઈન્ફોકોમે મુંબઈ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

- વર્ષ 2017માં સીસીઆઈએ કાર્ટેલેશન ચાર્જ મામલે ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. બાદમાં મુંબઈ હાઈકોર્ટે આ તપાસના આદેશને રદ કર્યો હતો. ત્યાર બાદ સીસીઆઈએ મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

- જાન્યુઆરીમાં મુંબઈ હાઈકોર્ટે જણાવ્યું હતું કે સીસીઆઈને ટેલિકોમ સેકટરની પોલિસીમાં દખલગીરી કરવાની કોઈ સતા નથી. વધુમાં કોર્ટે અવલોકનમાં જણાવ્યું હતું કે ટેલિકોમ સેકટરનું સંચાલન TRAI(ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા )એક્ટ હેઠળ કરવામાં આવતું હોવાથી અહીં સસીઆઈનુંૃ અધિકારક્ષેત્ર લાગુ પડતું નથી.

X
Supreme Court dismisses CCI request to probe cartel charges against telcos
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App