જેટ એરવેઝ / નરેશ ગોયલે માતાના ઘરેણાં વેચીને શરૂ કરી હતી જેટ એરવેઝ, સસ્તી ટિકિટની સ્પર્ધામાં ટકી ન શકવાને પગલે બંધ થવાને આરે

Success and collapse of Naresh Goyal founded Jet Airways
X
Success and collapse of Naresh Goyal founded Jet Airways

  • ગોયલે 1993માં જેટ એરવેઝની શરૂઆત કરી હતી
  • વર્ષે 2002માં જેટ એરવેઝ દેશની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન બની

Divyabhaskar.com

Apr 17, 2019, 05:48 PM IST
મુંબઈઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઈન કંપની જેટ એરવેઝ બંધ થવાની નજીક છે. પરંતુ એરલાઈનના ફાઉન્ડર નરેશ ગોયલ પણ હાલ બોલી લગાડવા તૈયાર નથી. પટિયાલાના એક ગરીબ પરિવારમાં જન્મીને દેશને વર્લ્ડ કલાસ એરલાઈન આપનાર નરેશ ગોયલની સફળતાની કહાની પ્રેરણા આપનાર છે. તો ચાલો જાણીએ તેમના જીવનની સફર. 

19 વર્ષની ઉંમરે પટિયાલા છોડી દિલ્હી આવ્યા

વર્ષ 1967માં પિતાના મૃત્યુ બાદ 19 વર્ષનો નરેશ ગોયલનો પરિવાર આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યો હતો. આ હાલતમાં ગોયલે પંજાબના પટિયાલા સ્થિત તેના પરિવારને છોડીને દિલ્હી આવવાનો નિર્ણય કર્યો. દિલ્હીમાં નરેશ ગોયલે તેમના જ એક સંબધીની ટ્રાવેલ એજન્સીમાં નોકરી જોઈન કરી લીધી. તેમાં તેમને મહિને 300 રૂપિયા પગાર તરીકે આપવામાં આવતા હતા. 
2. વિદેશી એરલાઈન્સમાં કામ કરનારાઓ સાથેની મિત્રતાનો લાભ ઉઠાવ્યો
ગોયલ અહીં માત્ર નોકરી કરવા આવ્યા ન હતા, તેમનો હેતું કઈક અલગ હતો. કોમર્સમાંથી અભ્યાસ કરનાર ગોયલે ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં જ તેમનો વિકાસ શરૂ કર્યો. આ દરમિયાન નરેશ ગોયલની મિત્રતા વિદેશી એરલાઈન્સમાં કામ કરનાર કેટલાક લોકો સાથે થઈ હતી. આ સમયગાળામાં નરેશ ગોયલે એવિએશન સેક્ટરનો સંપૂર્ણ વેપારી સમજી લીધો હતો.
3. જેટ એરના નામથી ટ્રાવેલ એજન્સી શરૂ કરી
વર્ષ 1973માં નરેશ ગોયલે પોતાની ટ્રાવેલ એજન્સી ખોલવાનું વિચાર્યું. મિડિયા રિપોર્ટ મુજબ આ માટે ગોયલને તેમની માતાના ઘરેણાં પણ વેચવા પડ્યા હતા. ગોયલે તેમની ટ્રાવેલ એજન્સીને જેટ એરનું નામ આપ્યું હતું.
4. જેટનું ઉદ્ધાટન જેઆરડી ટાટાએ કર્યું
ટ્રાવેલ એજન્સીના માલિક ગોયલને હાલ પણ આકાશમાં ઉડવું હતું. પરંતુ યોગ્ય તક મળી રહી ન હતી. લગભગ 20 વર્ષ બાદ નરેશ ગોયલે 1993માં જેટની શરૂઆત કરી. જેટનું ઉદ્ધાટન જેઆરડી ટાટાએ કર્યું હતું. ધમાકેદાર લોન્ચિંગે જેટ એરવેઝ અને તેના ફાઉન્ડર નરેશ ગોયલને એવિએશન સેક્ટરની ચર્ચિત બ્રાન્ડ બનાવી દીધી.
5. સહારા એરલાઈનની ખરીદી બાદ જેટ એરવેઝનું પતન શરૂ થયું
એરલાઈન વર્ષો સુધી પ્રગતિ કરતી અને અગ્રેસર રહી. વર્ષે 2002માં જેટ એરવેઝને દેશની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન બનવાની તક મળી. આ સફળ એરલાઈનનું પતન ત્યારે શરૂ થયું, જયારે સહારાએરલાઈનને લગભગ 2,250 કરોડમાં ખરીદવામાં આવી. બીજી તરફ સસ્તી વિમાન સેવા આપનારી ગોઅર, સ્પાઈસજેટ અને ઈન્ડિંગોની વચ્ચે ગ્રાહકોને સસ્તા દરે ટિક્ટિ આપવાની સ્પર્ધા હતી. પરંતુ જેટ એરવેઝ આ સ્પર્ધામાં સતત પીછેહટ કરી રહી હતી.
6. દેવામાંથી બચાવવા એતિહાદ એરલાઈન્સે કરેલો પ્રયત્ન પણ નિષ્ફળ
દેવામાં ડૂબેલી જેટ એરવેઝને બચાવવા માટે ખાડી દેશની એરલાઈન અતિહાદે પણ પ્રયાસ કર્યો અને 24 ટકા શેર ખરીદી લીધા. જોકે આ પ્રયાસ પણ અસફળ રહ્યો અને જેટ એરવેઝ દેવાથી ઘેરાઈ ગઈ. આ સ્થિતિના પગલે જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલને પત્નીની સાથે કંપનીના બોર્ડમાંથી ગત મહિને રાજીનામું આપવું પડ્યું હતું.  
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી