શેરબજાર / સેન્સેકસ 97 અંકના ઘટાડા સાથે 36010 પર બંધ, નિફ્ટી 10800ની નીચે

Divyabhaskar.com

Jan 11, 2019, 07:13 PM IST
Stock market update sensex loose 150 points in trade on friday 11 january

  • શરૂઆતના કારોબારમાં સેન્સેકસ 100 અંક વધ્યો હતો.
  •  એવરેડી ઈન્ડસ્ટ્રીઝના શેર 13 ટકા વધ્યા, ટીસીએસના શેરમાં 2.38 ટકાનો ઘટાડો

મુંબઈઃ શેરબજાર શુક્રવારે નુકશાનમાં રહ્યું હતું. સેન્સેકસ 96.6 અંકના ઘટાડા સાથે 36,009.84ની સપાટીએ બંધ રહ્યું હતું. કારોબાર દરમિયાન 200 અંકનો ઘટાડો આવ્યો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 26.65 અંક ઘટીને 10,794.95 પર થયું હતું. ઈન્ટ્રા-ડેમાં નિફ્ટી 78 અંક ઘટ્યો હતો.

- સેન્સેકસના 30માંથી 21 શેર નુકશાનમાં રહ્યાં છે. નિફ્ટીના 50માંથી 34 શેર ઘટાડા સાથે બંધ થયા હતા. ઈન્ડસઈન્ડ બેન્ક અને ટાટા મોટર્સના શેર 3 ટકાથી વધુ ઘટયા હતા.

- શરૂઆતી કારોબારમાં સેન્સેકસમાં 100 અંકનો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી પર ટાટા મોટર્સના શેરમાં 3.20 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ફ્રાટેલમાં 2.96 ટકા, ટીસીએસમાં 2.39 ટકા અને યસ બેન્કમાં 1.87 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

- જયારે આઈટીસીમાં 1.76 ટકા, યુપીએલમાં 1.10 ટકા, વિપ્રોમાં 1.07 ટકા, આઈઓસીમાં 0.89 ટકા અને હિંડલ્કોમાં 0.78 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

X
Stock market update sensex loose 150 points in trade on friday 11 january
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી