- એરલાઈને 2018ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા છે
- 2017ના ડિસેમ્બર ત્રિમાસિકની સરખામણીમાં ઈંધણના ખર્ચમાં 54.5 ટકાનો વધારો થયો છે
મુંબઈઃ સ્પાઈસજેટ એરલાઈનના નફામાં 77 ટકાનો ઘટાડો આવ્યો છે. 2018ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં 55.1 કરોડ રૂપિયાનો નફો થયો હતો. 2017ના ડિસેમ્બર ત્રિમાસિકમાં 240 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો હતો. એરલાઈને સોમવારે ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા હતા.ઈંધણ ખર્ચ 631 કરોડથી વધીને 9678 કરોડ રૂપિયા થયો
1.ઈંધણનો ખર્ચ વધવાથી નુફામાં ઘટાડો આવ્યો છે. તે 54.5 ટકા વધીને 968.3 કરોડ રૂપિયા થયો છે. 2017ના ડિસેમ્બર ત્રિમાસિકમાં તે 631 કરોડ રૂપિયા હતો.
2.એરલાઈનની આવક 2,530.8 કરોડ રૂપિયા રહી હતી. 2017ના ડિસેમ્બર ત્રિમાસિકમાં તે 2,096.1 કરોડ રૂપિયા હતો. 2018ના ડિસેમ્બર ત્રિમાસિકમાં પેસેન્જર લોડ ફેકટર 91.6 ટકા રહ્યું હતું.
3.ક્રુડ ઓઈલ 34 ટકા મોંઘું થવા અને ડોલરની સરખામણીમાં રૂપિયામાં 11 ટકાના ઘટાડાને કારણે ખર્ચ 329 કરોડ રૂપિયા વધ્યો. જોકે મુસાફરોની સંખ્યામાં 8 ટકાના વધારાને કારણે તેમાં થોડી રાહત મળી છે.
4.2018ના ડિસેમ્બર ત્રિમાસિકમાં ઓપરેશન રેવન્યુ 20.2 ટકા વધી 2,487 કરોડ રૂપિયા રહી. અબિટ 62.7 ટકા ઘટીને 113.2 કરોડ રૂપિયા રહ્યો. માર્જિન ઘટીને 4.5 ટકા પર આવી ગયું. 2017ના ડિસેમ્બર ત્રિમાસિકમાં તે 14.7 ટકા રહ્યો હતો. સંચાલનના ખર્ચમાં 33 ટકાના વધારાના કારણે માર્જિન પર દબાણ આવ્યું છે.