Home » Business » Latest News » Shivinder Singh moves NCLT against elder brother Malvinder and ex religare chief Sunil Godhwani

આફત આવતાં જ કરોડપતિઓ ભાઈઓ વચ્ચે શરૂ થયો કંકાસ, એક સમયે વિશ્વભરમાં જમાવી હતી ધાક

Divyabhaskar.com | Updated - Sep 06, 2018, 12:45 PM

નાના ભાઈ શિવિંદર સિંહે પોતાના મોટા ભાઈ માલવિંદર સિંહ અને રેલીગેરના પૂર્વ ચીફ સુનીલ ગોધવાની પર દગાબાજીનો આરોપ લગાવ્યો.

 • Shivinder Singh moves NCLT against elder brother Malvinder and ex religare chief Sunil Godhwani
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ફોર્ટિસના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહ (ડાબે) પોતાના મોટા ભાઈ માલવિંદર સિંહની સાથે

  નવી દિલ્હીઃ રેનબેક્સી અને ફોર્ટિસ હેલ્થકેર અને રેલીગેર જેવી જાણીતી કંપનીઓના પ્રમોટર રહેલાં સિંહ ભાઈઓમાં કલેશ શરૂ થઈ ગયો છે. નાના ભાઈ શિવિંદર સિંહે પોતાના મોટા ભાઈ માલવિંદર સિંહ અને રેલીગેરના પૂર્વ ચીફ સુનીલ ગોધવાની પર દગાબાજીનો આરોપ લગાવ્યો છે. શિવિંદર સિંહે આ બંનેથી અલગ થવા માટે નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ (NCLT)નો દરવાજો ખટખટાવ્યો છે. માલવિંદર સિંહે કહ્યું કે તેઓએ પોતાને પોતાના મોટા ભાઈથી ભાગીદારી અલગ કરી દીધી છે. ખાતામાં ધાંધલીને લઈને ફોર્ટિસ હેલ્થકેર દ્વારા સ્વતંત્ર તપાસનો નિર્ણય લેવામાં આવ્યાં બાદ નાના ભાઈ તરફથી આ પ્રકારનું પગલું જોવા મળ્યું છે.

  પરિવારમાં વિવાદ ફેલાવવા માંગતો ન હતો


  - શિવિંદર સિંહે એક નિવેદનમાં કહ્યું કે, તેઓએ માલવિંદર અને સુનીલ ગોધવાની વિરૂદ્ધ NCLTમાં કેસ દાખલ કર્યો છે. આ મામલો આરએચસી હોલ્ડિંગ, રેલીગેર અને ફોર્ટિસમાં ઉત્પીડન અને કુપ્રબંધનને લઈને કેસ દાખલ કર્યો છે. શિવિંદરના જણાવ્યા મુજબ, માલવિંદર અને ગોધવાનીના સંયુક્ત પગલાંથી ગ્રુપની કંપનીઓ અને શેરધારકોના હિતોને નુકસાન થયું છે. તેઓએ કહ્યું કે તેઓ લાંબા સમયથી આ કાર્યવાહી કરવા ઈચ્છતા હતા, પરંતુ તેઓ એવી આશાએ રોકાયેલાં હતા કે સદ્બબુદ્ધિ આવશે અને પારિવારિક વિવાદનો એક નવો અધ્યાય નહીં લખવો પડે. હાલ તો આ મામલે માલવિંદર સિંહ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

  મારો વિશ્વાસ તોડ્યો


  બે દશકથી લોકો માલવિંદર સિંહ અને મને એક બીજાના પર્યાય સમજતા હતા. હકીકત એ છે કે હું હંમેશા તેમનું સમર્થન કરનાર નાના ભાઈ જેવો હતો. મેં માત્ર ફોર્ટિસ માટે જ કામ કર્યું. 2015માં રાધાસ્વામી સત્સંગ, વ્યાસ સાથે જોડાય ગયો. હું વિશ્વાસમંદ લોકોના હાથમાં કંપની છોડી ગયો હતો. પરંતુ બે વર્ષમાં જ કંપનીની સ્થિતિ ખરાબ થઈ ગઈ. પરિવારની પ્રતિષ્ઠાને કારણે અત્યારસુધી મૌન રહ્યો. વ્યાસથી પરત ફર્યા બાદ અનેક મહિનાઓથી કંપની સંભાળવાના પ્રયાસો કરતો હતો, પરંતુ નિષ્ફળ રહ્યો.

  આગળ વાંચો- અંતે શું છે બંને ભાઈઓના વિવાદના મૂળ

 • Shivinder Singh moves NCLT against elder brother Malvinder and ex religare chief Sunil Godhwani
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  શિવિંદરનો આરોપ છે કે માલવિંદરે તેને દગો આપ્યો છે

  વિવાદના મૂળ 10 વર્ષ જૂના


  પરિવારનો આ ઝઘડો રેનબેક્સી કંપનીને જાપાનની ડાઇચી સાંક્યોને વેચ્યા બાદથી શરૂ થયો હતો. આ કંપનીને એક દશકા પહેલા 4.6 અરબ ડોલર (ત્યારે લગભગ 1000 હજાર ડોલર)માં વેચવામાં આવી હતી. ત્યારબાદ બંને ભાઈઓએ અનેક વ્યવસાયમાં હાથ અજમાવ્યો, પરંતુ ગ્રુપ ભારે નુકસાનીમાં આવી ગયું અને તેમની પર લગભગ 13,000 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું. સમય પર લોન નહીં ચૂકવવાના કારણે ગ્રુપની કેટલીક કંપનીઓને અટેચ કરવામાં આવી. તેના કારણે બંને ભાઈઓએ ફોર્ટિસ હેલ્થકેરની પોતાની ભાગીદારી વેચવી પડી. વેચાણ બાદ ફોર્ટિસના ખાતામાં ગરબડના આરોપ લાગ્યા. કહેવામાં આવ્યું કે બંને ભાઈઓએ ફોર્ટિસના ખાતાઓમાંથી લગભગ 500 કરોડ રૂપિયા ગ્રુપની બીજી કંપનીઓમાં ટ્રાન્સફર કર્યા.

   

  આગળની સ્લાઇડમાં જાણો, ફોર્ટિસ કરી રહી છે સિંહ બ્રધર્સ વિરુદ્ધ તપાસ 

 • Shivinder Singh moves NCLT against elder brother Malvinder and ex religare chief Sunil Godhwani
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પિતા દ્વારા ઊભી કરાયેલી ફાર્મા કંપની રેનબેક્સીને લગભગ 10 હજાર કરોડમાં વેચીને બંને ભાઈઓ ચર્ચામાં આવ્યાં હતા

  બહારની એજન્સી સાથે તપાસ કરાવશે ફોર્ટિસ


  આ પહેલા ફોર્ટિસ હેલ્થકેરે કહ્યું હતું કે તે કંપનીના ફંડને ખોટી રીતે બીજા સ્થળે ટ્રાન્સફર કરવાની બાબતને બહારની એજન્સીથી સ્વતંત્ર તપાસ કરાવશે. તે પહેલા ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવેલી તપાસમાં કંપનીના ખાતાઓમાં અનેક પ્રકારની ગરબડ જોવા મળી. ફોર્ટિસનું કહેવું છે કે કંપનીના ખાતાઓમાંથી લગભગ 500 કરોડ રૂપિયાની રકમ ખોટી રીતે બીજા સ્થળે ટ્રાન્સફર કરવામાં આવી. સિંહ બ્રધર્સે ફોર્ટિસ હોસ્પિટલને બેંગલુરુ સ્થિત મનિપાલ હોસ્પિટલ એન્ટરપ્રાઇઝને વેચી હતી. સાથોસાથ મનિપાલ હોસ્પિટલે સિંહ બ્રધર્સની ડાયગ્નોસ્ટિક કંપની SRLમાં પણ હિસ્સેદારી ખરીદી હતી. શિવિંદરના હાલના પગલાને નવી તપાસ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

 • Shivinder Singh moves NCLT against elder brother Malvinder and ex religare chief Sunil Godhwani
  રેનબેક્સીને વેચ્યાં બાદ બંને ભાઈઓની પાસે લગભગ 10 હજાર કરોડ રૂપિયા કેશ આવ્યાં હતા. જો કે હવે ગ્રુપ લગભગ 13 હજાર કરોડના દેવામાં છે. કોર્પોરેટ વર્લ્ડ તે નથી સમજી રહ્યાં કે 10 વર્ષમાં બંને ભાઈઓએ આટલી મોટી રકમનું શું કર્યું.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ