શેરબજાર / ડો.રેડ્ડીનો શેર 8% તૂટ્યો, USFDAની 11 ટિપ્પણીઓની અસર

Shares of Dr. Reddys Laboratories slipped 8 percent
X
Shares of Dr. Reddys Laboratories slipped 8 percent

  • કંપનીનો શેર લગભગ 6 ટકા નબળો પડીને 2613ની આસપાસ કારોબાર કરી રહ્યો છે
  • આ અંગેની મોટાભાગની ટિપ્પણીઓ પ્રક્રિયા સંબધી છે

Divyabhaskar.com

Feb 11, 2019, 03:28 PM IST
નવી દિલ્હીઃ ડો. રેડ્ડી લેબોરેટરીઝ (Dr. Reddy's Laboratories)ની હૈદારાબાદ મેન્યુફેકચરિંગ ફેસિલિટીને લઈને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને(USFDA) 11 જેટલી ટિપ્પણીઓ કરી છે. આ કારણે કંપનીના શેરને ઝટકો લાગ્યો છે. ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝનો શેર સોમવારે શરૂઆતના કારોબારમાં લગભગ 8 ટકા તૂટ્યો હતો. જોકે હાલ કંપનીનો શેર લગભગ 6 ટકા નબળો પડીને 2613ની આસપાસ કારોબાર કરી રહ્યો છે.

USFDAએ 11 ટિપ્પણીઓ સાથે ઈસ્યું કર્યું ફોર્મ 483

USFDAએ ડો. રેડ્ડીની હૈદરાબાદ સ્થિત મેન્યુફેકચરિંગ ફેસિલિટીને લઈને 11 ટિપ્પણીઓની સાથે ફોર્મ 483 ઈસ્યુ કર્યું હતું. કંપનીએ શુક્રવારે તેના એક રેગ્યુલેટરી ફાઈલિંગના માધ્યમથી કહ્યું હતું કે યુએસએફડીએ દ્વારા અમારા હૈદરાબાદના બાશુપલ્લી સ્થિત મેન્યુફેકચરિંગ પ્લોટ-3નું નિરીક્ષણ કાર્ય પુરું કરવામાં આવ્યું છે. અમને 11 ટિપ્પણીઓની સાથે ફોર્મ 483 ઈસ્યુ કરવામાં આવ્યું છે. અમે નક્કી સમયમાં આ ટિપ્પણીઓનું નિવારણ લાવીશું.

અગાઉ 28 એપ્રિલ 2017એ યુએસએફડીએ કંપનીના બાશુપલ્લી મેન્યુફેકચરિંગ પ્લાન્ટને લઈને 11 ટિપ્પણીઓ કરી હતી. કંપનીએ કહ્યું કે આ પૈકીની મોટાભાગની ટિપ્પણીઓ પ્રક્રિયા સંબધી છે. તેનાથી લોકોની ક્ષમતાઓમાં સુધારો અને ડોક્યુમેન્ટેશન અને લેબોરેટરી સિસ્ટમને મજબૂત બનાવવાની જરૂરીયાતનો ખ્યાલ આવે છે. ઉલ્લેખનીય છે કે ડો.રેડ્ડીઝ લેબનો શેર ગત શુક્રવારે 2875 રૂપિયાના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો. મોટાભાગના બ્રોકરેજ હાઉસે પણ શેર માટે બાય રેટિંગ યથાવત રાખ્યું છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી