શેરબજાર / સેન્સેકસ 425 અંકના ઘટાડા સાથે 36546 પર બંધ, ટાટા મોટર્સના શેર 18% ઘટ્યા

Divyabhaskar.com | Updated - Feb 08, 2019, 05:14 PM
Sensex Today: Drop by 200 Points, Tata Motor Tanks 14 percent
X
Sensex Today: Drop by 200 Points, Tata Motor Tanks 14 percent

  • અમેરિકા-ચીનના ટ્રેડ વોરને લઈને પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાના કારણે બજારમાં વેચવાલી થઈ 
  • 26961 કરોડ રૂપિયાના ત્રિમાસિક નુકસાનના કારણે ટાટા મોટર્સનો શેર ઘટ્યો
  • અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની કંપનીઓના શેરમાં 11 ટકા સુધીનો વધારો


 

મુંબઈઃ શેરબજારમાં શુક્રવારે ભારે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેકસ 424.61 અંકના ઘટાડા સાથે 36,546.48 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન સેન્સેકસ 36,480.62ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 125.80 અંકના ઘટાડા સાથે 10,943.60 પર થયું હતું. ઈન્ટ્રા-ડેમાં તે 10,925.45ના સ્તર સુધી પહોંચ્યો હતો. નબળા વિદેશી સંકેતોના કારણે બજારમાં વેચવાલી વધી હતી. મેટલ અને ઓટો સેક્ટરના શેરમાં વધુ દબાણ જોવા મળ્યું હતું.

ટાટા મોટર્સ ઈન્ટ્રા-ડેમાં 29% ઘટ્યો

1.ટાટા મોટર્સનો શેર 18 ટકાના ઘટાડા સાથે બીએસઈ પર 151.30 અને એનએસઈ પર 150.15 રૂપિયા પર બંધ થયો હતો. ઈન્ટ્રા-ડેમાં તે 29 ટકા ઘટ્યો હતો. ડિસેમ્બર ત્રિમાસિકમાં ટાટા મોટર્સને 26,961 કરોડ રૂપિયાનું નુકસાન થવાથી શેરમાં વેચવાલી જોવા મળી હતી. કંપનીએ ગુરૂવારે તેના પરિણામો જાહેર કર્યા હતા.
2.નિફ્ટી પર ટાટા મોટર્સના શેરમાં 17.88 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સમાં 6.91 ટકા, વેદાંતામાં 5.41 ટકા, ગ્રાસિમમાં 5.08 ટકા અને આયશર મોટર્સમાં 4.99 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
3.નિફ્ટી પર ઈન્ફ્રાટેલમાં 7.55 ટકા, કોટક બેન્કમાં 1.09 ટકા, એચસીએલ ટેકમાં 0.48 ટકા, ભારતી એરટેલમાં 0.39 ટકા અને સિપ્લામાં 0.34 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
4.એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે અમેરિકા-ચીનની વચ્ચે ટ્રેડ વોરને લઈને અનિશ્ચિતતાનો માહોલ હોવાને કારણે રોકાણકારોના મનમાં ચિંતા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે કહ્યું કે 1 માર્ચ પહેલા તેમની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાતની શકયતા નથી.
5.અમેરિકા અને ચીનની વચ્ચે ગત વર્ષે શરૂ થયેલું ટ્રેડ વોર હાલ શાંત થયું છે. જોકે 90 દિવસની ડેડલાઈન 1 માર્ચે પૂરી થઈ જશે. બંને દેશોની વચ્ચે થયેલી મિટિંગમાં અત્યાર સુધી કોઈ ચોક્કસ પરિણામ આવ્યું નથી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App