શેરબજાર / સેન્સેકસમાં 200 અંકનો ઘટાડો, ટાટા મોટર્સનો શેર 17% ઘટ્યો

Sensex Today: Drop by 200 Points, Tata Motor Tanks 14 percent
X
Sensex Today: Drop by 200 Points, Tata Motor Tanks 14 percent

  • અમેરિકા-ચીનના ટ્રેડ વોરને લઈને સર્જાયેલી અનિશ્ચિતતાના કારણે બજારમાં દબાણ વધ્યું 
  • 26,961 કરોડ રૂપિયાના ત્રિમાસિક નુકસાનના કારણે ટાટા મોટર્સનો શેર ઘટ્યો 

Divyabhaskar.com

Feb 08, 2019, 11:53 AM IST

મુંબઈઃ શેરબજારમાં શુક્રવારે ભારે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેકસ 200થી વધુ અંક ઘટીને 36,751.89ના નીચેના સ્તરે પહોંચ્યો છે. નિફ્ટીમાં 55 અંકનો ઘટાડો નોંધાયો છે. તે 11,055.65ના સ્તરે પહોંચ્યો છે. નબળા વિદેશી સંકેતોને કારણે બજારમાં વેચવાલી વધી છે. ટાટા મોટર્સના શેરમાં 17 ટકાના ઘટાડાને કારણે દબાણ વધ્યું છે.


 

વેદાંતાના શેરમાં 2 ટકાનો ઘટાડો

ડિસેમ્બર ત્રિમાસિકમાં 26,961 કરોડ રૂપિયાનું નુકસાન થવાથી ટાટા મોટર્સના શેરમાં શુક્રવારે વેચવાલી જોવા મળી. ગુરૂવારે શેરબજાર બંધ થયા બાદ કંપનીએ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સનફાર્મા, આઈસીઆઈસીઆઈ બેન્ક અને વેદાંતાના શેરમાં 1થી 2 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે. બીજી તરફ પાવર ગ્રીડ, હીરો મોટોકોર્પ અને એચસીએલ ટેકના શેરમાં 1થી 1.5 ટકા સુધીનો વધારો નોંધાયો છે.
વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે અમેરિકા-ચીનની વચ્ચે ટ્રેડ વોરને લઈને અનિશ્ચિતતાના માહોલના કારણે રોકાણકારોના મનમાં ચિંતા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે કહ્યું હતું કે 1 માર્ચ પહેલા તે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળે તેવી કોઈ શકયતા નથી.
અમેરિકા અને ચીનની વચ્ચે ગત વર્ષે શરૂ થયેલું ટ્રેડ વોર હાલ બંધ છે. જોકે 90 દિવસની ડેડલાઈન 1 માર્ચે પુરી થશે. બંને દેશો વચ્ચે થયેલી મિટિંગોથી અત્યાર સુધીમાં કોઈ નક્કર પરિણામો આવ્યા નથી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી