વિદેશી રોકાણ / શેરબજારે 5 દિવસમાં આપ્યું વિશ્વમાં સૌથી વધુ વળતર, 3.95 લાખ કરોડની કમાણી

Divyabhaskar.com

Mar 16, 2019, 12:29 AM IST
Sensex surges 270 points reclaims 38000 mark nifty reclaims 11400 level
X
Sensex surges 270 points reclaims 38000 mark nifty reclaims 11400 level

  • 15 દિવસમાં 17 હજાર કરોડનું વિદેશી રોકાણ આવ્યું
  • વિદેશી રોકાણકારોને ભારતમાં ફરી મજબૂત સરકારની આશા
  •  5 દિવસમાં 1 હજાર અંક ચઢ્યો સેન્સેક્સ, 38000ને પાર

મુંબઈઃ એક્સપર્ટોનું કહેવું છે કે ચૂંટણી તારીખની જાહેરાત પછી વિદેશી રોકાણકારોએ ભારતમાં ભારે રોકાણ કર્યું છે. તેથી શેરબજારમાં તેજીનો માહોલ બનેલો છે. એવી આશા રખાય છે કે આગામી થોડા દિવસોમાં સેન્સેક્સ- નિફટી પોતાનાં નવાં શિખરે પહોંચી શકે છે. શુક્રવારે ભારતીય શેરબજાર સતત 5મા દિવસે તેજી સાથે બંધ રહ્યું.

આ તેજીમાં ઘરેલુ રોકાણકારોને માત્ર 5 દિવસમાં 3.95 લાખ કરોડનો નફો થયો. એક્સપર્ટ્સનું કહેવું છે કે ચૂંટણીની તારીખોની જાહેરાત પછી વિદેશી રોકાણકારોએ ભારતમાં મોટા પાયે રોકાણ કર્યું છે. તેથી શેરબજારમાં તેજીનું વાતાવરણ બનેલું છે. આ વાતની પૂરી સંભાવના છે કે આગામી થોડા દિવસોમાં સેન્સેક્સ અને નિફટી પોતાનાં નવાં શિખરે પહોંચી શકે છે. એવામાં મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકનારાને લાભ થશે.

શેરબજારમાં તેજી શા માટે?
1.

એસ્કોર્ટ સિક્યુરિટીના રિસર્ચ હેડ આસિફ ઇકબાલે જણાવ્યું કે વિદેશી માર્કેટમાં સ્થિતિ સુધરી રહી છે. સાથે જ અમેરિકામાં વ્યાજદરો વધવાની ચિંતા ઘટી છે. એવામાં વિદેશી રોકાણકારો ભારતમાં ફરી પૈસા રોકવા લાગ્યા છે.

ઉપરાંત સામાન્ય ચૂંટણીમાં આ વખતે ફરીથી મજબૂત સરકાર બનવાની આશા વધી છે. આ સપ્તાહે બીઅેસઇમાં લિસ્ટેડ કંપનીઓના શેરોનું વેલ્યુએશન 3.95 લાખ કરોડ રૂપિયા વધી ગયું છે. તેનો મતલબ સ્પષ્ટ છે કે શેરબજારમાં પૈસા રોકનારાને આટલા કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.

વિદેશી રોકાણકારોની મોટી ખરીદારી
2.એક્સપર્ટ્સનું કહેવું છે કે વિદેશી રોકાણકારોએ બજેટ પછી ખરીદારી શરૂ કરી. ફેબ્રુઆરીમાં 17,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થયું. જ્યારે માર્ચમાં પણ 17,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું.આ સપ્તાહે સેન્સેક્સ 1353 પોઇન્ટ ઊછળ્યો. જ્યારે નિફ્ટી 392 પોઇન્ટ વધ્યો. સેન્સેક્સના 30માંથી 20 શેરોમાં તેજી વર્તાઇ. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી