સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો; રોકાણકારોને રૂ. 3.21 લાખ કરોડનું થયું નુકસાન

divyabhaskar.com

Oct 04, 2018, 01:01 PM IST
Sensex opened 604 points down, Indian Rupee now at 73.70 versus the US dollar

ભારતીય શેરબજારમાં આજે કડાકા સાથે શરૂઆત થઈ છે. શરૂઆતી બજારમાં સેન્સેક્સ 600 પોઈન્ટ ટૂટીને 35,370ની સપાટીએ ખૂલ્યો હતો. જ્યારે ડોલર સામે રૂપિયામાં પણ સતત ચોથા દિવસે પણ ઘટાડો થયો હતો. આજે ડોલર સામે રૂપિયો રેકોર્ડ બ્રેક નીચી સપાટીએ ખુલ્યો હતો.

મુંબઈ: ભારતીય શેરબજારમાં આજે કડાકા સાથે શરૂઆત થઈ છે. વેપાર દરમિયાન બજારમાં સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટીને 35,140ની સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીમાં પણ આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીમાં વેપાર દરમિયાન 261.50 પોઈન્ટના કડાકા સાથે 10,596ની સપાટી જોવા મળી હતી. શેરબજારમાં થયેલા ઘટાડાના કારણે રોકાણકારોને અંદાજે રૂ. 3.21 લાખ કરોડનું નુકસાન થયું છે. જ્યારે ડોલર સામે રૂપિયામાં પણ સતત ચોથા દિવસે પણ ઘટાડો થયો હતો. આજે ડોલર સામે રૂપિયો રેકોર્ડ બ્રેક નીચી સપાટીએ ખુલ્યો હતો. આજે એક ડોલરની ભારતીય કિંમત રૂ. 73.70 થઈ હતી.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત વધારો થવાથી રૂપિયા ઉપર દબાણ આવી રહ્યું છે. આ સિવાય ઈમરજિંગ ઈકોનોમી સામે રહેલા પડકારોના કારણે પણ ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે. અન્ય કરન્સીની સામે પણ ડોલરમાં સતત મજબૂતાઈ જોવા મળી રહી છે. ડોલરમાં આવી રહેલી મજબૂતીના કારણે રોકાણકારો રોકાણથી અંતર રાખી રહ્યા છે.

સેન્સેક્સના 30માંથી 28 શેર્સમાં ઘટાડો


- વેચવાલીના દબાણમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર અંદાજે 5 ટકા ઘટ્યો હતો. ટીસીએસ અને હીરો મોટોકોર્પમાં 3 ટકા કરતાં વધારે ઘટાડો થયો છે. હિન્દુસ્તાન યૂનિલીવર, એડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં 2.5 ટકાનો ઘટાડો આવ્યો છે.
- સેન્સેક્સમાં સામેલ 30માંથી 28 કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે. મોટાભાગના સેક્ટર ઈન્ડેક્સ લાલ નિશનામા સામેલ થયા છે.
- નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આરબીઆઈ મોનીટરી પોલિસી સમીક્ષા પહેલાં રોકાણકારો એલર્ટ થયા છે. કેન્દ્રીય બેન્ક શુક્રવારે વ્યાજદરની જાહેરાત કરી શકે છે. માનવામાં આવે છે કે, રેપો ર્ટમાં 0.25 ટકાનો વધારો થઈ શકે છે.
- ક્રૂડ ઓઈલ મોંઘુ થયું હોવાથી પણ શેરબજારમાં વેચવાલી જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડ 86 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. તે નવેમ્બર 2014 પછીનો સૌથી વધારે રેટ છે.

રૂપિયામાં સતત ત્રીજા સત્રમાં પણ ઘટાડો


- ડોલરની સરખામણીએ ગુરુવારે રૂપિયો નબળી સપાટીએ ખુલ્યો હતો. વેપાર દરમિયાન તે ઓલ ટાઈમ લો 73.80ની સપાટીએ જોવા મળ્યો હતો.
- બુધવારે રૂપિયો પહેલીવાર 73થી નીચે ખુલ્યો હતો. ક્લોઝિંગ 43 પૈસા ઘટીને 73.34ની સપાટીએ થયું હતું. રૂપિયામાં ગુરુવારે સતત ત્રીજા સત્રમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
- સોમવારે રૂપિયો 26 પૈસા નબળો થયો હતો. મંગળવારે ગાંધી જયંતીના કારણે ઈકોનોમી માર્કેટ બંધ હતું. ડોલરની માગ વધવાના કારણે અને ક્રૂડ મોંઘુ થવાના કારણે રૂપિયા પર પ્રેશર વધી રહ્યું છે.

X
Sensex opened 604 points down, Indian Rupee now at 73.70 versus the US dollar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી