શેરબજાર / સેન્સેકસ 232 અંકના વધારા સાથે 36213એ બંધ, નિફ્ટીમાં 53 અંકનો વધારો

Divyabhaskar.com | Updated - Jan 09, 2019, 04:43 PM
Sensex jumps over 200 pts Nifty tests 10850 level on wednesday 9 January
X
Sensex jumps over 200 pts Nifty tests 10850 level on wednesday 9 January

  • નિફ્ટીનું ક્લોઝીંગ 10855ના સ્તરે થયું
  • સેન્સેકસના 17, નિફ્ટીના 24 શેર ફાયદામાં રહ્યાં

 

મુંબઈઃ શેરબજાર બધુવારે સતત ચોથા સત્રમાં વધારા સાથે બંધ થયું હતું. સેન્સેકસનું ક્લોઝિંગ 232 અંકના વધારા સાથે 36213 પર થયું હતું. નિફ્ટી 53 અંક વધીને 10855ના સ્તરે બંધ થયો હતો. સેન્સેકસના 17 અને નિફ્ટીના 24 શેર ફાયદામાં રહ્યાં હતા. મજબૂત વિદેશી સંકેતો અને મોટી કંપનીઓના ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામો સારા રહેવાની શકયતાથી બજારમાં તેજી આવી હતી.

પ્રિન્ટ મિડિયા કંપનીના શેર 15% સુધી વધ્યા

1.સરકારે મંગળવારે પ્રિન્ટ મિડિયામાં સરકારી જાહેરાતના દરમાં 25 ટકાના વધારાની જાહેરાત કરી છે. નવા દર 3 વર્ષ માટે લાગૂ રહેશે. આ નિર્ણયથી પ્રિન્ટ મિડિયા કંપનીના શેરમાં 15 ટકાનો ઉછાળો આવ્યો છે.
2.આઈટી, ટેક, રિયલ્ટી, કેપિટલ ગુડસ, બેન્ક અને પાવર સેકટરના શેરમાં સારી ખરીદી જોવા મળી. એનએસઈ પર એક્સિસ બેન્ક અને વિપ્રો શેર 1.5 ટકાથી વધુ ચઢ્યા. આયશર મોટર્સ, ટેક મહિન્દ્રા અને યુપીએલના શેરમાં પણ 1 ટકાનો ઉછાળો આવ્યો છે. બીજી તરફ ઓઈલ-ગેસ કંપનીઓના શેર નુકશાનમાં રહ્યાં. ગેલના શેર 4 ટકા અને હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં 3 ટકાનો ઘટાડો આવ્યો છે.
3.એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે ઘરેલું રોકાણકારોની ખરીદી અને અમેરિકા-ચીનની વચ્ચેના ટેરિફ વિવાદનો હલ ન આવવાની શકયતાઓના કારણે અમેરિકા અને એશિયાઈ બજારોમાં તેજી આવી છે.
4.અમેરિકા અને ચીનના પ્રતિનિધિઓની વચ્ચે સોમવારે બીજિંગમાં શરૂ થયેલી બે દિવસીય બેઠકને બુધવાર સુધી વધારવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે હાલ સારી ચર્ચા ચાલી રહી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App