મુહુર્ત ટ્રેડિંગઃ સેન્સેકસમાં 246 અંકનો ઉછાળો, નિફ્ટી 10,600ની નજીક બંધ, ઓટો-FMCG શેરોમાં તેજી

સેન્સેકસ 246 અંકના ઉછાળા સાથે 35,238ના સ્તરે બંધ થયો છે

Divyabhaskar.com | Updated - Nov 07, 2018, 07:57 PM
Sensex ends Muhurat Trading higher by 246 points, Nifty around 10,600

નવી દિલ્હીઃ દિવાળીના મુહુર્ત ટ્રેડિંગમાં ઘરેલું શેરબજાર વધારા સાથે બંધ થયા છે. બજારમાં ચારેતરફ ખરીદદારીના કારણે સેન્સેકસ 246 પોઈન્ટ ઉછળીને 35,238ની સપાટીએ બંધ થયો છે. જયારે નિફ્ટી 68 પોઈન્ટ વધીને 10,598ની સપાટીએ કલોઝ થયો છે. નિફ્ટીના તમામ ઈન્ડેકસ ગ્રીન નિશાનમાં બંધ થયા છે. સૌથી વધુ તેજી નિફ્ટીના ઓટો ઈન્ડેકસમાં 0.98 ટકા નોંધાઈ છે. એમએન્ડએમમાં 1.97 ટકા, ઈન્ફોસિસમાં 1.53 ટકાની તેજી જોવા મળી હતી.

કયા શેરોમાં તેજી, કયા શેરોમાં ઘટાડો

કારોબાર દરમિયાન સેન્સેકસમાં સામેલ તમામ 30 શેર ગ્રીન નિશાનમાં છે. સૌથી વધુ તેજી એમએન્ડએમમાં 1.09 ટકા નોંધાઈ છે.

મિડકેપ-સ્મોલકેપ શેરોમાં તેજી

મુહુર્ત ટ્રેડિંગમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદદારી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઈન્ડેકસ 0.81 ટકા વધીને બંધ થયો હતો. જયારે બીએસઈના સ્મોલકેપ ઈન્ડેકસમાં 1.19 ટકાનો ઉછાળો રહ્યો.

બજારમાં ચૌતરફ ખરીદદારી

બજારમાં આજે ચૌતરફ ખરીદદારી જોવા મળી હતી. બેન્કિંગ, ઓટો, એફએમસીજી, આઈટી, મેટલ અને પાવર શેરોમાં સારી ખરીદદારી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 0.54 ટકાના વધારા સાથે 25,737.50ના સ્તર પર બંધ થયો હતો.

સંવત 2074ના છેલ્લા દિવસે બજાર ફલેટ બંધ

દેશના શેરબજારોમાં સંવત વર્ષ 2074ની સમાપ્તિ ફલેટ થઈ હતી. સેન્સેકસ સંવત વર્ષના અંતિમ દિવસે મંગળવારે 41 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. સમગ્ર સંવત વર્ષમાં તેમાં 7 પોઈન્ટથી વધુની તેજી નોંધાઈ હતી. સંવત વર્ષ 2074માં નિફ્ટી ત્રણ ટકાના વધારા સાથે બંધ થયો હતો.

X
Sensex ends Muhurat Trading higher by 246 points, Nifty around 10,600
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App