માર્કેટ-અપડેટ / સેન્સેકસમાં 151 અંકનો ઘટાડો, નિફ્ટી 10,900ની નીચે

Sensex and nifty index closed with low on 11 February 2019

  • મેધમણી ઓર્ગેનિક લિમિટેડના શેરમાં 12.80 ટકા તેજી
  • અપોલો હોસ્પિટલના શેરમાં 10.62 ટકાનો ઘટાડો જોવા મળ્યો 
  • પીસી જવેલર્સના શેરમાં 10.01 ટકાનો ઘટાડો

Divyabhaskar.com

Feb 11, 2019, 05:15 PM IST

નવી દિલ્હીઃ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેકસમાં વેચવાલીને કારણે ભારતીય શેરબજાર સોમવારે કારોબારી સપ્તાહાના પ્રથમ દિવસે ઘટીને બંધ થયું હતું. સેન્સેકસ 151 અંકના ઘટાડા સાથે 36995 પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એકસચેન્જનો નિફ્ટી 55 અંકના ઘટાડા સાથે 10,888 પર બંધ થયો હતો. સોમવારે મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેકસમાં વેચવાલીનો માહોલ રહ્યો હતો. બીએસઈ મિડકેપ 211 અંકના ઘટાડા સાથે 14117 પર અને સ્મોલકેપ 206 અંકના ઘટાડા સાથે 13450 પર બંધ થયો હતો. નિફ્ટી 50માં 1.68 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. અને તે 4492 પર અને સ્મોલકેપ 1.62 ટકાના ઘટાડા સાથે 2798 પર બંધ થયો હતો.

સેક્ટોરિટલ ઈન્ડેક્સની સ્થિતિઃ બીએસઈમાં આઈટી અને ટેકને છોડીને અન્ય તમામ સેકટરો ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. બીજી તરફ નિફ્ટીમાં આઈટી અને મીડિયા સેકટરને છોડીને અન્ય તમામ ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.

આ શેરોમાં જોવા મળી તેજીઃ બીએસઈમાં મેધમણી ઓર્ગેનિક લિમિટેડમાં 12.80 ટકા, સન ટીવીમાં 10.10 ટકા, ટાટા સ્ટીલ લિમિટેડમાં 6.69 ટકા, દિલીપ બિલ્ડકોન લિમિટેડમાં 6.49 ટકા અને બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝમાં 5.41 ટકા તેજી જોવા મળી હતી. નિફ્ટીમાં ટાટા સ્ટીલમાં 1.97 ટકા, સિપ્લામાં 1.47 ટકા, આયશર મોટર્સમાં 1.13 ટકા, ટીસીએસમાં 1.02 ટકા અને આઈઓસીમાં 0.97 ટકા તેજી રહી હતી.

આ શેરોમાં ઘટાડો જોવા મળ્યોઃ બીએસઈમાં કેઆરબીએલમાં 10.64 ટકા, અપોલો હોસ્પિટલમાં 10.62 ટકા, પીસી જવેલર્સમાં 10.01 ટકા, ગ્રેફાઈટમાં 9.99 ટકા અને આઈઆઈએફએલમાં 9.89 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં ડો.રેડ્ડી 5.95 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 3.55 ટકા, ઓએનજીસીમાં 3.26 ટકા, હિંડલ્કોમાં 2.36 ટકા અને ગેલમાં 2.30 ટકાનો ઘટાડો રહ્યો હતો.

X
Sensex and nifty index closed with low on 11 February 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી