ચૂકાદો / ત્રણ ફલેટ્સને વેચીને એક ફલેટ ખરીદવા પર પણ મળશે ટેક્સ બેનિફિટ્સઃ ટ્રીબ્યુનલ

Selling many flats to buy one? You can get tax benefits says tribunal
X
Selling many flats to buy one? You can get tax benefits says tribunal

  • મુંબઈના એક કેસમાં ઈન્કમ ટેક્સ એપિલેટ ટ્રીબ્યુનલ(ITAT)એ મહત્વનો ચૂકદા આપ્યો
  • બેથી વધુ ફલેટ વેચીને એક ફલેટ લેવા પર પણ ઈન્કમ ટેક્સના સેક્શન-54નો લાભ મળશે 
  • જોકે આ ટેક્સ બિનિફિટ્સ મેળવવા રોકાણકારે સમયની મર્યાદાનું ધ્યાન રાખવું જરૂરી

Divyabhaskar.com

Feb 12, 2019, 05:27 PM IST
મુંબઈઃ ઈન્કમ ટેક્સ એપિલેટ ટ્રીબ્યુનલ(ITAT)એ એક મહત્વનો ચૂકદા આપતો જણાવ્યું છે કે દેશમાં ટેક્સપેયર્સને એકથી વધુ ફલેટ્સના વેચાણથી જે લોન્ગ-ટર્મ કેપિટલ ગેન્સ મળે છે તેને એક જ ઘરમાં રોકવામાં આવે અથવા તો ભવિષ્યમાં રોકવામાં આવનાર હોય તો આવા સંજોગોમાં પણ ટેક્સ બેનિફિટ્સ મળવા પાત્ર છે. જોકે આ માટે ટેક્સપેયર્સે નક્કી સમય મર્યાદાનું પાલન કરવું જરૂરી છે. અત્યાર સુધીમાં એવા ઘણાં કેસો પ્રકાશમાં આવ્યા છે કે જેમાં ટેક્સપેયર્સ તેમના એકથી વધુ ઘરનું વેચાણ કરીને એક ઘર લેવા પર ટેક્સ બેનિફિટસ મળ્યો ન હોય. આ સંજોગોમાં એમ કહેવામાં આવતું હતું કે એકથી વધુ ઘરનું વેચાણ કરીને તેની સંપૂર્ણ રકમને જયારે એક ઘરમાં રોકાણ કરવામાં આવે છે. એવા સંજોગોમાં ટેક્સપેયર્સને ટેક્સ બેનિફીટ્સ ન મળી શકે. 

ત્રણ ફલેટ્સના વેચાણનો મામલો

મુંબઈના ઈન્કમ ટેક્સ એપિલેટ ટ્રીબ્યુનલના ચૂકદાના પગલે આવા સંજોગોમાં મુંબઈવાસીઓ ટેક્સ બેનિફીટનો દાવો કરી શકશે. જો આવા જ કેસમાં ટેક્સપેયર્સને કદાચ વળતર ન ન મળ્યું હોય તો તે આ કેસને ટાંકીને અરજી પણ કરી શકે છે. અને આ કેસને ટાંકવાથી ટેકસપેયર્સની સાઈડ મજબૂત બનશે.
જોકે આ ટેક્સ બેનિફીટસ મેળવવા માટે ટેક્સપેયર્સે જે તે મકાનના વેચાણના એક વર્ષ પહેલા અથવા તો મકાનના વેચાણ પછીથી બે વર્ષમાં રોકાણ કરવું જરૂરી છે. ટેક્સપેયર્સ તેના જૂના ઘરનું વેચાણ કરીને ત્રણ વર્ષની અંદરના ગાળામાં જ નવા ઘરનું બાંધકામ કરે છે, તો આવા સંજોગોમાં પણ ટેક્સપેયર્સને લાભ મળવા પાત્ર છે.
આ સિવાય ઘરના વેચાણથી જે પણ કેપિટલ ગેન અમાઉન્ટ મળી હોય તેને ઈન્કમ ટેક્સ ફાઈલ કરવાની ડ્યુ ડેટ પહેલા ટેક્સપેયર્સે વાપરી શક્યો ન હોય તો તેણે આ રકમને કેપિટલ ગેન્સ એકાઉન્ટ સ્કીમ અંતર્ગત બેન્કમાં જમા કરાવાની હોય છે.
ઉલ્લેખનીય છે કે 1 ફેબ્રુઆરીએ રજૂ થયેલા ઈન્ટરીમ બજેટમાં બે મકાનમાં રોકાણની છૂટ આપવામાં આવી છે. પરંતુ આ વિકલ્પ કોઈ પણ વ્યક્તિ તેની સમગ્ર જીંદગી દરમિયાન એક જ વખત વાપરી શકે છે.
મુંબઈના કેસમાં બિપીન એન સાગરે જોડે-જોડેના જ ત્રણ ફલેટનું વેચાણ કર્યું હતું. અને ઈન્કમ ટેક્સના સેક્શન-54 અંતર્ગત ટેક્સ બેનિફિટ્સની માંગણી કરવામાં આવી હતી. આ તમામ ફલેટ્સને એક સિંગલ યુનિટ તરીકે વાપરવામાં આવતા હતા. અને ત્રણ વચ્ચે એક જ રસોડું હતુું. પરંતુ ઈન્કમ ટેક્સ ઓફીસર્સે આ અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે ઘરના વેચાણથી જે લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ પ્રાપ્ત થઈ છે, તે એક ઘર નહિ પરંતું ત્રણ અલગ-અલગ ઘરના વેચાણથી પ્રાપ્ત થઈ હોવાથી આ પ્રોપર્ટીના વેચાણ પર થયેલી આવક પર ટેક્સ બેનિફીટ મળવા પાત્ર નથી.

એપલેટે આ અંગે ચૂકદો આપતા જણાવ્યું હતું કે ઈન્કમ ટેક્સ અધિકારીએ કોઈ એવો પુરાવો રજૂ કર્યો ન હતો કે ત્રણ ફલેટને એક સિંગલ યુનિટ તરીકે વાપરવામાં આવતા હતા. અને સેકશન 54માં એવી કોઈ જોગવાઈ નથી કે ટેક્સ બેનિફીટ માત્ર એક ઘરના વેચાણ પર જ મળી શકે છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી