લોન / SBIએ 30 લાખ સુધીની હોમ લોન 0.05% સસ્તી કરી, EMI પર 96 રૂ. ઘટશે

divyabhaskar.com | Updated - Feb 09, 2019, 01:40 PM
SBI decided to cut interest rates on all home loans up to Rs. 30 lakh
X
SBI decided to cut interest rates on all home loans up to Rs. 30 lakh

  • RBIએ ગુરૂવારે રેપો રેટ 0.25% ઘટાડીને 6.25% કરી દીધો હતો 
  • આ જ કારણે એસબીઆઇ બાદ અન્ય બેન્ક્સ પણ લોનના દર ઘટાડી શકે છે


નવી દિલ્હીઃ એસબીઆઇએ 30 લાખ રૂપિયા સુધીની હોમ લોનના વ્યાજ દરમાં 0.05%નો ઘટાડો કર્યો છે. બેંકે રિઝર્વ બેન્કની મોનેટરી પોલીસીની દ્વિમાસિક સમીક્ષાના એક દિવસ બાદ શુક્રવારે આ જાહેરાત કરી. એસબીઆઇના આ નિર્ણયથી 30 લાખ રૂપિયા સુધીની હોમ લોનની ઇએમઆઇ 96 રૂપિયા સુધી ઘટી જશે. 
 

25 લાખની લોન પર EMI 80 રૂ. ઘટશે

1.30 લાખ રૂપિયા સુધીની લોન પર ઇએમઆઇ 26,607 રૂપિયા સુધી હોય છે, જે હવે 96 રૂપિયા ઘટીને 26,511 રૂપિયા થશે. 25 લાખની લોન પર ઇએમઆઇમાં 80 રૂપિયાનો ફાયદો થશે. એસબીઆઇ બાદ હવે અન્ય બેંક પણ પોતાની હોમ લોનના રેટમાં ઘટાડો કરી શકે છે. 
2.
લોન રકમ  જૂની EMI  નવી EMI બચત (રૂ.)
25 લાખ 22,173 22,093 80 
30 લાખ 26,607 26,511 96 

 

(જૂની, નવી ઇએમઆઇની ગણતરી 8.80% અને 8.75%ના આધારે કરવામાં આવી છે. લોનની અવધિ 20 વર્ષ ગણવામાં આવી છે.) 

3.એસબીઆઇના ચેરમેન રજનીશ કુમારે શુક્રવારે કહ્યું, આરબીઆઇના રેટ ઘટાડાનો ફાયદો નીચલા અને મધ્યમ વર્ગ સુધી પહોંચવા માટે એસબીઆઇએ હોમ લોનના રેટમાં ઘટાડો કર્યો છે. આ પગલાંથી સંકટગ્રસ્ત રિયાલિટી સેક્ટરને રાહત મળશે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App