Home » Business » Latest News » SBI mega e-auction on 10 Dec

ઈ-ઓક્શન / SBI 10 ડિસેમ્બરે હરાજી યોજશે, 1,000 રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોપર્ટીનું થશે વેચાણ

Divyabhaskar.com | Updated - Dec 03, 2018, 07:25 PM

લોગઈન આઈડી અને પાસવર્ડ બિડર્સના ઈમેલ આઈડી પર ઈ-ઓક્શનર્સ મોકલશે

 • SBI mega e-auction on 10 Dec

  - આ હરાજીમાં ભાગ લેવા માંગતા વ્યક્તિઓએ www.sbi.auctiontiger.net અને www.bankeauctions.com/sbi પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
  - આ પ્રોપર્ટીની હરાજી બેન્ક લેણાની વસુલાત કરવા માટે કરી રહી છે

  બિઝનેસ ડેસ્કઃ અગામી 10 ડિસેમ્બરે એસબીઆઈની ઈ-ઓકશન ( ઓનલાઈન હરાજી) યોજાશે. આ અંતર્ગત 1,000 જેટલી પ્રોપર્ટીઓની હરાજી કરવામાં આવશે. હરાજી થનાર પ્રોપર્ટીમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ એમ બંને પ્રકારની પ્રોપર્ટીનો સમાવેશ થાય છે.

  - આ હરાજીમાં ભાગ લેવા માંગતા વ્યક્તિઓએ www.sbi.auctiontiger.net અને www.bankeauctions.com/sbi પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે આ પ્રોપર્ટીની હરાજી બેન્ક લેણાની વસુલાત કરવા માટે કરી રહી છે. બેન્કની વેબસાઈટમાં આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે તે રેસિડેન્શિયલ કે કોમર્શિયલ પ્રોપર્ટીઓ છે તેની પર બેન્કે નાણાંનું ધીરાણ કર્યું હતું. પરંતુ તેના માલિકો દ્વારા પૈસાની ચૂકવણી કરવામાં ન આવતા આ હરાજી કરવામાં આવી રહી છે.

  - આ હરાજી અંગે વધુમાં બેન્કે જણાવ્યું હતું કે વેબસાઈટ પર જે પણ પ્રોપર્ટીની હરાજી કરવામાં આવનાર છે તેની તમામ વિગતો જેવી કે માપ, લોકેશન પણ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. જેથી કરીને હરાજીમાં ભાગ લેનાર વ્યક્તિઓ જે તે પ્રોપર્ટી અંગેની તમામ વિગતો મેળવી શકે. આ સિવાય પ્રોપર્ટી ફ્રીહોલ્ડ છે કે લીઝહોલ્ડ તેની પણ માહિતી આપવામાં આવશે.

  ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટેની શરતો

  - ઈ-ઓક્શન નોટીસમાં જે તે પ્રોપર્ટી માટે બતાવવામાં આવ્યું હોય તે મુજબનું EMD (અરનેસ્ટ મની ડિપોઝીટ)
  - કેવાયસી ડોક્યુમેન્ટ્સઃ જે તે બેન્ક બ્રાન્ચમાં જમા કરાવવાના રહેશે.
  - વેલિડ ડિજેટલ સિગ્નેચરઃ બિડર્સ ઈ-ઓક્શનર્સ કે બીજી ઓથોરાઈઝ્ડ એજન્સીનો સંપર્ક ડિજિટલ સિગ્નેચર મેળવવા માટે કરી શકે છે.
  - લોગઈન આઈડી અને પાસવર્ડઃ લોગઈન આઈડી અને પાસવર્ડ બિડર્સના ઈમેલ આઈડી પર ઈ-ઓક્શનર્સ મોકલશે. જોકે આઈડી અને પાસવર્ડ ઈએમડી ડિપોઝીટ અને કેવાયસી ડોક્યુમેન્ટ્સના સબમિશન બાદ જ મોકલવામાં આવશે.
  - બિડર્સે ઓક્શનની તારીખે નક્કી કરેલા સમયે લોગ ઈન કરીને હરાજીના નિયમ પ્રમાણે હરાજીમાં ભાગ લેવાનો રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ