ફોર્બ્સ / સલમાન સતત ત્રીજા વર્ષે સૌથી વધુ કમાણી કરનાર સેલેબ, એક વર્ષમાં 253 કરોડ કમાણી

Salman Khan Tops in Forbes India Highest Earning Celeb 2018

Divyabhaskar.com

Dec 05, 2018, 06:14 PM IST

- ફોર્બ્સે સૌથી વધુ કમાણી કરનાર 100 ઈન્ડિયન સેલિબ્રિટિઝનું લિસ્ટ બહાર પાડ્યું
- તમામ સેલેબ્સમાં વિરાટની કમાણી એક વર્ષમાં સૌથી વધુ 126 ટકા વધી

મુંબઈ: ફોર્બ્સે સૌથી વધુ કમાણી કરનાર ઈન્ડિયન સેલિબ્રિટીઝનું લિસ્ટ બહાર પાડ્યું છે. તેમાં સલમાન ખાન (52) સતત ત્રીજા સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રેટીમાં છે. સલમાને 1 ઓક્ટોબર 2017થી 30 સપ્ટેમ્બર 2018ની વચ્ચે 253.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી 228.09 કરોડ રૂપિયાની કમાણીની સાથે બીજા નંબરે છે. અક્ષય કુમાર ત્રીજા નંબરે છે. તેની કમાણી 185 કરોડ રૂપિયા રહી હતી. ચોથા નંબર પર દીપિકા પાદુકોણ છે, જેની કમાણી 112 કરોડ રૂપિયા રહી છે. ટોપ-5માં દીપિકા એક માત્ર મહિલા છે. મહેન્દ્ર સિંહ ધોની 101.77 કરોડ રૂપિયાની કમાણીની સાથે પાંચમાં નંબર પર છે.

- સલમાનની કમાણીમાં એક વર્ષમાં 9 ટકાનો વધારો થયો છે. જયારે વિરાટ કોહલીની કમાણીમાં 126 ટકાનો વધારો થયો છે. આ રીતે અક્ષય કુમારની કમાણી એક વર્ષમાં 88 ટકા, દીપિકા પાદુકોણની 66 ટકા અને મહેંન્દ્ર સિંહ ધોનીની ઈન્કમ 60 ટકા વધી છે.

- પ્રિયંકા ચોપડાનો રેંક આ વખતે 49મો રહ્યો હતો. ગત વર્ષે તે 7માં નંબરે હતી. તેની કમાણીમાં ભારે ઘટાડો નોંધાયો છે. એક વર્ષમાં પ્રિયંકાની ઈન્કમ 68 કરોડ રૂપિયાથી ઘટીને 18 કરોડ રૂપિયા થઈ છે.

- શાહરૂખ ખાન બીજા નંબરમાંથી 13માં નંબર પર આવી ગયો છે. તેની કમાણી માત્ર 56 કરોડ રૂપિયા રહી હતી. ગત વર્ષે તેણે 170.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ટોપ-100માં પવન એકમાત્ર નેતા

31 કરોડ રૂપિયાની કમાણીની સાથે પવન કલ્યાણ 24માં નંબરે રહ્યાં છે. પવન તેલુગુ ફિલ્મના એકટર રહ્યાં છે. આંધ્રપ્રદેશમાં તેમણે જન સેના પાર્ટી બનાવી છે. તે ચિરંજીવીના નાના ભાઈ છે.

લિસ્ટમાં બે લેખક પણ સામેલ

અમિષ ત્રિપાઠી અને ચેતન ભગતે પણ આ લિસ્ટમાં જગ્યા બનાવી છે. ટૂ સ્ટેટ્સ જેવી ચોપડીઓના લેખક ચેતને 8.75 કરોડ રૂપિયાની કમાણીની સાથે 90મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જયારે 6.5 કરોડ રૂપિયાની કમાણીની સાથે અમિષ 95માં નંબરે છે. તે શિવ ટ્રિયાલોજીના લેખક છે.

એક જ પરિવારમાંથી આવતા બે સેલેબને લિસ્ટમાં સ્થાન મળ્યું

આ લિસ્ટમાં એક જ પરિવારના બે લોકોને સ્થાન મળ્યું છે. તેમાં વિરાટ કોહલી-અનુષ્કા શર્મા, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, અમિતાભ બચ્ચન-એશ્વર્યા રાય બચ્ચન, કરીના કપૂર-સેફ અલી ખાન, અનિલ કપૂર-સોનમ કપૂર સામેલ છે.

X
Salman Khan Tops in Forbes India Highest Earning Celeb 2018
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી