ક્રૂડ મોંઘુ થતાં પહેલીવાર એક ડોલરની કિંમત થઈ 71 રૂપિયા, ઓગસ્ટમાં થયો 3.3%નો ઘટાડો

rupee touch all time low of 71 against dollar, Crude costlier effect

શુક્રવારે ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો સપાટીએ જોવા મળ્યો હતો. શુક્રવારે એક ડોલરની કિંમત 71 રૂપિયા થઈ હતી. રૂપિયાનું ઓપનિંગ 70.95 પ્રતિ ડોલર પર થઈ. થોડીક જ વારમાં 26 પૈસાના ગાબડા સાથે 71ના સૌથી નીચલા સ્તરને સ્પર્શ્યો હતો.

divyabhaskar.com

Aug 31, 2018, 10:23 AM IST

મુંબઈઃ શુક્રવારે ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો સપાટીએ જોવા મળ્યો હતો. શુક્રવારે એક ડોલરની કિંમત 71 રૂપિયા થઈ હતી. રૂપિયાનું ઓપનિંગ 70.95 પ્રતિ ડોલર પર થઈ. થોડીક જ વારમાં 26 પૈસાના ગાબડા સાથે 71ના સૌથી નીચલા સ્તરને સ્પર્શ્યો હતો. ગુરુવારે રૂપિયો 70.74 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. ડોલરની માંગ વધતા અને ક્રૂડ મોંઘું થવાના કારણે ભારતીય કરન્સી પર દબાણ વધ્યું છે. બ્રેંડ ક્રૂડ 78 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે.

રૂપિયામાં ગાબડાના કારણે પેટ્રોલ-ડીઝલ મોંઘા થઈ શકે છે. ભારતી પોતાની જરૂરિયાતનું 80%થી વધુ ક્રૂડ ઇમ્પોર્ટ કરે છે. તેના માટે ડોલરમાં ચૂકવણી કરવી પડે છે. વિદેશ ફરવા અને ત્યાં અભ્યાસ કરવો મોંઘો થઈ જશે. કારણ કે, કરન્સી એક્સચેન્જ માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે. એરલાઇન્સને નુકસાન થશે. તેમને બીજા દેશો પાસેથી વિમાન ભાડે લેવા માટે વધુ રકમ આપવી પડશે. જોકે, આઈટી અને ફાર્મા કંપનીઓને રૂપિયામાં ધોવાણથી ફાયદો મળશે. કારણ કે, તેમનો મોટાભાગનો કારોબાર એક્સપોર્ટ પર આધારિત છે.

X
rupee touch all time low of 71 against dollar, Crude costlier effect
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી