Home » Business » Latest News » Rohit Prasad among most creative people of the world with his invention of Alexa

એમેઝોનના વર્ચ્યુઅલ વોઇસ આસિસ્ટન્ટ અલેક્સા પાછળ ભારતીય એન્જિનિયર રોહિતનું દિમાગ

Divyabhaskar.com | Updated - Jul 23, 2018, 07:09 PM

રોહિત પ્રસાદે પર્સનલ વોઇસ આસિસ્ટન્ટ સ્વરૂપે અલેક્સ બનાવી છે, જે ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન પર ઘણી પસંદ કરવામાં આવી છે.

  • Rohit Prasad among most creative people of the world with his invention of Alexa
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    રોહિતને ટેક, બિઝનેસ અને મીડિયામાં વિશ્વના 100થી વધુ ક્રિએટિવ લોકોની યાદીમાં 15મું સ્થાન મળ્યું છે.

    નવી દિલ્હીઃ રાંચીના રોહિત પ્રસાદે પાંચ વર્ષ પહેલા એવી ડિવાઇસ બનાવવાની શરૂઆત કરી હતી જે લોકોના અવાજ પર કામ કરી શકે. તે પછી તેમણે પર્સનલ વોઇસ આસિસ્ટન્ટ સ્વરૂપે અલેક્સ બનાવી, જે ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન પર ઘણી પસંદ કરવામાં આવી છે. તે માટે રોહિતને ટેક, બિઝનેસ અને મીડિયામાં વિશ્વના 100થી વધુ ક્રિએટિવ લોકોની યાદીમાં 15મું સ્થાન મળ્યું છે.


    ટેક વેબસાઇટ રી-કોડની 2017માં બહાર પડેલી આ યાદીમાં રોહિતથી આગળ એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ, સોફ્ટવેર એન્જિનિયર સુજેન ફોલર, ફેસબૂકના સીઇઓ માર્ક ઝકરબર્ગ, એપલના સીઇઓ ટિમ કૂક, ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ, સ્પેસ એક્સના સીઇઓ એલન મસ્ક અને માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલા જેવા લોકો છે. રોહિત જણાવે છે કે તેમણે તેમના મિત્ર ટોની રેડ સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું હતું.

    રાંચી નિવાસી છે રોહિત


    મૂળ રાંચીના રહેવાસી રોહિતનો પરિવાર ભારતમાં જ રહે છે. પરિવારને મળવા રોહિત દર વર્ષે રાંચી આવે છે. તેઓ જણાવે છે કે 1997માં ઇલેક્ટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન્સ એન્જિનિયરિંગ પૂરું કર્યું હતું. તે પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા અમેરિકા ગયા. ત્યાં તેમણે વાયરલેસ એપ્લિકેશનની બિટ-રેટ કોડિંગ પર રીસર્ચ કર્યું. તે પછી 14 વર્ષ સુધી બીબીએન ટેકનોલોજી પર કામ કર્યું.

    મને પહેલા આ સપનું લાગતું હતું


    રોહિતે 2013માં એમેઝોન સાથે કામ શરૂ કર્યું. તેઓ એવી પ્રોડક્ટસ અને સર્વિસીસ પર કામ કરતા હતા જેમાં સામાન્ય લોકોને રોજ મુશ્કેલી પડતી હતી. 2016માં તેમને એલેક્સા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના હેડ સાયન્ટિસ્ટ બનાવવામાં આવ્યા. એક અંગ્રેજી સમાચારપત્રને આપેલા ઇન્ટરવ્યુમાં રોહિતે કહ્યું કે પાંચ વર્ષ પહેલા કોઇ ડિવાઇસથી દૂરથી વાત કરવામાં ઘણો ઘોંઘાટ આવતો હતો. ક્યારેક ક્યારેક તે સપના જેવું લાગતું હતું, પરંતુ હવે તે હકીકત છે.

  • Rohit Prasad among most creative people of the world with his invention of Alexa
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    એમેઝોનનું સ્માર્ટ સ્પીકર એલેક્ઝા
  • Rohit Prasad among most creative people of the world with his invention of Alexa
    એમેઝોનનું વર્ચ્યુઅલ સ્માર્ટ સ્પીકર એલેક્ઝા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ