• Home
  • Business
  • Latest News
  • ફોર્ચ્યુન 500 લિસ્ટમાં રિલાયન્સ સહિત 7 ભારતીય કંપનીઓને સ્થાન, વોલમાર્ટ પ્રથમ | RIL among 7 Indian companies are placed in Fortune 500

ફોર્ચ્યુન 500 લિસ્ટમાં રિલાયન્સ સહિત 7 ભારતીય કંપનીઓને સ્થાન, વોલમાર્ટ પ્રથમ

આ લિસ્ટમાં સૌથી વધુ અગ્રસ્થાન મુકેશ અંબાણની માલિકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળ્યું છે.

business desk | Updated - Aug 02, 2018, 03:29 PM
લિસ્ટમાં RIL 55 ક્રમાંક વધીને 148મા સ્થાને આવી છે, જે પહેલા 203મા સ્થાને હતી.
લિસ્ટમાં RIL 55 ક્રમાંક વધીને 148મા સ્થાને આવી છે, જે પહેલા 203મા સ્થાને હતી.

બિઝનેસ ડેસ્કઃ ગ્લોબલ મેગેઝિન ફોર્ચ્યુને બુધવારે ફોર્ચ્યુન 500 કંપનીઓની વાર્ષિક યાદી બહાર પાડી છે. વિશ્વની આ સૌથી મોટી કંપનીઓમાં ભારતની 6 કંપનીઓનો સમાવેશ થયો છે. તે ઉપરાંત ભારતીય સ્ટેટ બેન્કે પણ આ લિસ્ટમાં જગ્યા મેળવી છે. આ લિસ્ટમાં સૌથી વધુ પ્રોગ્રેસ મુકેશ અંબાણની માલિકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મેળવી છે.

ફોર્ચ્યુનના જણાવ્યા અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સૌથી મોટો ઊછાળો હાંસલ કર્યો છે. લિસ્ટમાં RIL 55 ક્રમાંક વધીને 148મા સ્થાને આવી છે. આ અગાઉ RIL 203મા સ્થાને હતી. ફોર્ચ્યુને કહ્યું છે કે ગયા નાણાકીય વર્ષ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નફો 25.5 ટકા વધ્યો છે. નાણાકીય વર્ષ 2017-18માં કંપનીની કુલ કમાણી 62.3 અબજ ડોલર રહી છે.

જોકે, લિસ્ટમાં ઇન્ડિયન ઓઇલ કંપની સૌથી આગળ નિકળી ગઇ છે. લિસ્ટમાં તેનું સ્થાન 137મુ છે. આઇઓસીએલ અને રિલાયન્સ પછી 197મા સ્થાને ઓઇલ એન્ડ નેચરલ ગેસ (ઓએનજીસી) સામેલ થઇ છે. ગયા વર્ષે તેને લિસ્ટમાં સ્થાન મળ્યું ન હતું. આ લિસ્ટમાં જગ્યા મળવાનું મુખ્ય કારણ તેના નફામાં થયેલો 156.9 ટકાનો વધારો છે.

લિસ્ટમાં ભારતીય સ્ટેટ બેન્ક 216મા સ્થાન પર છે. ટાટા મોટર્સ આ લિસ્ટમાં 232મા સ્થાન પર જગ્યા મેળવી શકી છે. તે ઉપરાંત ભારત પેટ્રોલિયમ 314મા સ્થાને છે. રાજેશ એક્સપોર્ટસને લિસ્ટમાં 405મું સ્થાન મળ્યું છે. ગયા વર્ષે તે 295મા સ્થાન પર હતી.

આ લિસ્ટમાં ટોપ કંપનીઓમાં રીટેલ કંપની વોલમાર્ટે બાજી મારી છે. વોલમાર્ટ પ્રથમ સ્થાને છે. તે પછી બીજા નંબરે ચીનની કંપની સ્ટેટ ગ્રિડ, સાઇનોપેક ગ્રુપ ત્રીજા અને ચીનની નેશનલ પેટ્રોલિયમ ચોથા સ્થાન છે. પાંચમા સ્થાન ડચ કંપની રોયલ ડચ શેલ સામેલ છે.

X
લિસ્ટમાં RIL 55 ક્રમાંક વધીને 148મા સ્થાને આવી છે, જે પહેલા 203મા સ્થાને હતી.લિસ્ટમાં RIL 55 ક્રમાંક વધીને 148મા સ્થાને આવી છે, જે પહેલા 203મા સ્થાને હતી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App