તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તહેવારોની સિઝનમાં RBIએ લોન મોંઘી ન કરી, રેપોરેપ 6.50% યથાવત્

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ શુક્રવારે વ્યાજ દરોની જાહેરાત કરી. રેપો રેટ 6.50% પર યથાવત રાખ્યો. એવામાં તહેવારોની સીઝનમાં લોન મોંઘી નહીં થાય. રેપો રેટ તે દર છે જેની પર આરબીઆઈ બેન્કોને લોન આપે છે. જેમાં વધારો થતાં બેન્ક તમામ પ્રકારની લોન પર વ્યાજ દોર વધારી દે છે. આરબીઆઈએ છેલ્લી બે સમીક્ષા બેઠકો દરમિયાન જૂન અને ઓગસ્ટમાં રેપો રેટમાં 0.25%નો વધારો કર્યો હતો.

 

મોંઘવારી દર હાલ આરબીઆઈના લક્ષ્યથી પણ ઓછો


- આરબીઆઈએ સાડા ચાર વર્ષ બાદ આ વર્ષે જૂનમાં રેપો રેટ 0.25% વધાર્યો. ત્યારબાદ ઓગસ્ટમાં પણ એટલો જ વધારો કર્યો. હાલ રેપો રેટ 6.50% છે.
- ઓગસ્ટ મહિનામાં રિટેલ મોંઘવારી દર 3.69% રહી જે આરબીઆઈના 4%ના લક્ષ્યથી ઓછી છે.

અન્ય સમાચારો પણ છે...