ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Latest News» રીટેલ ફુગાવો 4 માસની ટોચે 4.87% પહોંચ્યો, મોંઘા ઇંધણ અને ફૂડની અસર | Retail inflation hits a 4-month high at 4.87 percent in May due to costlier food and fuel

  રીટેલ ફુગાવો 4 માસની ટોચે 4.87% પર પહોંચ્યો, મોંઘા ઇંધણ-ફૂડની અસર

  moneybhaskar.com | Last Modified - Jun 12, 2018, 07:18 PM IST

  ફુગાવા પર સૌથી વધારે અસર ફ્યુઇલની ઊંચી કિંમતો અને રૂપિયાના મૂલ્યમાં આવેલા ઘટાડાની પડી છે.
  • રીટેલ ફુગાવો 4 માસની ટોચે 4.87% પર પહોંચ્યો, મોંઘા ઇંધણ-ફૂડની અસર
   રીટેલ ફુગાવો 4 માસની ટોચે 4.87% પર પહોંચ્યો, મોંઘા ઇંધણ-ફૂડની અસર

   નવી દિલ્હીઃ મેમાં રીટેલ ફુગાવો 4.87 ટકા વધીને ચાર માસની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયો છે. ગયા મહિને રીટેલ ફુગાવાનો આંકડો 4.58 ટકા હતો. તેના પર સૌથી વધારે અસર ફ્યુઇલની ઊંચી કિંમતો અને રૂપિયાના મૂલ્યમાં આવેલા ઘટાડાની પડી છે. સરકારે મંગળવારે તેને લગતા આંકડા જાહેર કર્યા.

   RBIના ટાર્ગેટથી સતત સાતમા મહિને વધી મોંઘવારી


   મેમાં સતત 7મા મહિનામાં ફુગાવાનો રેટ આરબીઆઇના 4 ટકાના મીડિયમ ટર્મ ટાર્ગેટથી વધારે આવ્યો છે. આરબીઆઇએ ગયા સપ્તાહમાં જ વધી રહેલી મોંઘવારીનો ઉલ્લેખ કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ 0.25 ટકા વધારીને 6.25 ટકા કર્યો હતો, જે 2014 પછીનો સૌરપ્રથમ વધારો હતો.


   આરબીઆઇએ ચાલુ નાણાકીય વર્ષના બીજા છ માસિક ગાળા માટે ફુગાવાનું પોતાનું અનુમાન વધારીને 4.7 ટકા કરી દીધું છે, જે પહેલા 4.4 ટકા હતું.

   મોંઘો થયો ખાણી-પીણીનો સામાન


   સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસના આંકડા અનુસાર, ફૂડ બાસ્કેટમાં કેટલીક ચીજોની કિંમત વધવાથી મોંઘવારી પર દબાણ વધ્યું છે. મેમાં ખાદ્ય ફુગાવો 3.10 ટકાના સ્તરે પહોંચ્યો છે, જે એપ્રિલમાં 2.8 ટકા હતો.

   એપ્રિલની પહેલા સતત 3 મહિના ઘટ્યો હતો ફુગાવો


   - એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.58 ટકા અને માર્ચમાં 4.28 ટકા રહ્યો હતો. એપ્રિલમાં તેમાં વધારો શરૂ થયો હતો, જ્યારે તેની પહેલા સતત ત્રણ મહિના સુધી ફુગાવો નીચો રહ્યો હતો.
   - છેલ્લા છ માસમાં રીટેલ ફુગાવાનો રેટ સૌથી વધુ ડિસેમ્બર 2017માં 5.21 ટકા આવ્યો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રીટેલ ફુગાવો 4 માસની ટોચે 4.87% પહોંચ્યો, મોંઘા ઇંધણ અને ફૂડની અસર | Retail inflation hits a 4-month high at 4.87 percent in May due to costlier food and fuel
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  Top
  `