વિવાદ / જેલ જવાથી બચવા માટે અનિલ અંબાણીએ 4 દિવસમાં 453 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવાની રહેશે

Divyabhaskar.com

Mar 16, 2019, 04:11 PM IST
RCom ericsson case:NCLAT declines to direct SBI to release Rs 259 cr
X
RCom ericsson case:NCLAT declines to direct SBI to release Rs 259 cr

  • આરકોમના ખાતામાંના 259 કરોડ રૂપિયા રિલીઝ કરવાની કોશિશ નિષ્ફળ
  • એપીલેટ ટ્રિબ્યુનલે કહ્યું- બેન્કોને નિર્દેશ આપવો તે તેના ન્યાય ક્ષેત્રમાં આવતું નથી

નવી દિલ્હીઃ અનિલ અંબાણીને જેલ જવાથી બચાવવા માટે 4 દિવસમાં 453 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવાની છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે તેમણે એરિક્સન કંપનીને આ ચૂકવણી કરવાની છે. જોકે રકમની વ્યવસ્થા કરવાની તેમની કોશીશથી નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્યુનલને ઝટકો લાગ્યો છે. ટ્રિબ્યુનલે એસબીઆઈને આ નિર્દેશ આપવાથી મનાઈ કરી છે કે તે (એસબીઆઈ) આરકોમના ખાતામાં હાલના ટેક્સ રિફન્ડના 259.22 કરોડ રૂપિયા રિલિઝ કરી દે. 

આરકોમના ખાતામાંથી પૈસા રિલીઝ કરવા માટે બેન્કોની મંજૂરી જરૂરી

1.એનસીએલટીએ શુક્રવારેે કહ્યું કે આ મામલામાં એસબીઆઈને પૈસા રિલિઝ કરવાનો નિર્દેશ આપવો તે તેમના ન્યાય ક્ષેત્રમાં આવતું નથી. આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. જયાં સુધી ટોપ કોર્ટનો આદેશ આવતો નથી, ત્યાં સુધી કોઈને ફન્ડ સંબધી નિર્દેશ આપશે નહિ.
2.અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સે એનસીએલએટીમાં અરજી દાખલ કરીને ઈન્કમ ટેક્સ રિફન્ડમાંથી મળેલી રકમ રિલિઝ કરવાની માંગ કરી હતી. એસબીઆઈ સહિત અન્ય બેન્કો તેનો વિરોધ કર્યો હતો. આરકોમ પર બેન્કો અને નાણાંકીય સંસ્થાઓનું 46,000 કરોડ રૂપિયાનું દેવું છે. ખાતામાંથી રકમ રિલિઝ કરવા માટે બેન્કોની મંજૂરી જરૂરી છે.
3.એરિક્સન વિવાદમાં સુપ્રીમકોર્ટે 20 ફેબ્રુઆરીએ અનિલ અંબાણીને આદેશ આપ્યો હતો કે 4 સપ્તાહમાં એરિક્સનને 453 કરોડ રૂપિયા ન ચૂકવ્યા તો ત્રણ મહિનાની જેલ થશે. આ સમય સીમા 19 માર્ચે પુરી થઈ રહી છે.
4.સ્વીડનની ટેલિકોમ કંપની એરિક્સનના દેવાના મામલામાં સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણી અને તેની કંપનીઓના બે અન્ય અધિકારીઓને અવમાનના દોષી ઠેરવ્યા હતા.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી