ભંડોળ / રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તેનું ભૂતકાળનું ભંડોળ હાલ સરકારને ટ્રાન્સફર કરશે નહિ

RBI won't transfer past reserves for now
X
RBI won't transfer past reserves for now

  • ઓડિટ કમિટીએ 28,000 કરોડનું ઈન્ટરીમ ડિવિડન્ડ ક્લિયર કર્યું
  • આરબીઆઈ તા.18 ફેબ્રુઆરીના રોજ તેની જાહેરાત કરે તેવી શકયતા
  • રીઝર્વ બેન્કે ગત વર્ષે સરકારને 40,000 કરોડ રૂપિયાનું સરપ્લસ ચૂકવ્યું હતું

Divyabhaskar.com

Feb 11, 2019, 01:33 PM IST
મુંબઈઃ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI) તાત્કાલિક ધોરણે તેની અગાઉના વર્ષોનું ભંડોળ (સરપ્લસ કેપિટલ) સરકારને ટ્રાન્સફર કરશે નહિ. સેન્ટ્રલ બેન્ક ઓડિટ કમિટીએ 28,000 કરોડ રૂપિયાનું ઈન્ટરીમ ડિવિડન્ડ ચાલું વર્ષના લિમિટેડ ઓડિટ પરથી ક્લિયર કર્યું છે. અને આ જ ડિવિડન્ડને રીઝર્વ બેન્કની તા.18 ફેબ્રુઆરીના રોજ થનારી બેઠકમાં જાહેર કરવામાં આવે તેવી શકયતા છે.

ભંડોળની માંગ ફગાવાઈ હતી

ઉલ્લેખનીય છે કે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનું ભંડોળ(એક્સેસિવ ભંડોળ) સરકારને આપવા અંગેની સરકારની માંગને ફગાવી દેવામાં આવ્યા બાદ સરકારે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની કેપિટલ સરપ્લસ ટ્રાન્સફર કરવાં અંગેની માંગણી કરી હતી. બાદમાં કેપિટલ ફ્રેમવર્ક અંગનો આ મુદ્દો બિમલ ઝાલાનની અધ્યક્ષતામાં બનેલી કમિટીને રીફર કરવામાં આવ્યો હતો. અગાઉ સરકારે એવી દલીલ કરી હતી કે રીઝર્વ બેન્ક પાસે એક લિમિટથી વધુ અનામત છે.
ઈન્ટરીમ બજેટના પગલે ઈકોનોમિક અફેર્સ સેક્રેટરી સુભાષ ચંદ્રા ગર્ગ કે જેમણે રેગ્યુલેટરર્સ સામે પગલા લીધા છે, તેમણે જણાવ્યું હતું કે સરકારને 28,000 કરોડ રૂપિયાનું ઈન્ટરીમ ડિવિડન્ડ મળશે તેવી અપેક્ષા છે. 
રીઝર્વ બેન્કે ગત વર્ષે સરકારને 40,000 કરોડ રૂપિયાનું સરપ્લસ ચૂકવ્યું હતું. જાલાન કમિટી જે આરબીઆઈના અનામત માટેનું યોગ્ય લેવલ નક્કી કરે છે તે 31 માર્ચ સુધીમાં તેનો રિપોર્ટ રજૂ કરશે. જાાલન કમિટીની ભલામણ વગર અગાઉના વર્ષના નાણાંને અનામત ભંડોળમાં ટ્રાન્સફર કરવા તે અયોગ્ય છે.
ઉલ્લેખનીય છે કે સંસદમાં કોંગ્રેસના સાસંદ સેલજા કુમારીના સવાલનો જવાબ આપતા રાજય નાણાં પ્રધાન પી રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે સરકારે આરબીઆઈને ભલામણ કરતા જણાવ્યું હતું કે સરકારને વર્ષ 2018-19નું ઈન્ટરીમ સરપ્લસ આપવામાં આવે. અને તે ગત વર્ષની સરખાણમણીમાં આપવામાં આવે. અને તેમાં વર્ષ 2016-18 સુધીની સરપ્લસ આપવામાં આવે.
પી રાધાકિષ્નને વધુમાં જણાવ્યું હતુ કે સરકારે આરબીઆઈ એક્ટના સેક્શન 7 હેઠળ પણ કોઈ વિનંતી કરી ન હતી. જોકે આ સેકશન અંતર્ગત સરકાર કોઈ પણ આદેશ આરબીઆઈને આપી શકે છે. આ અંગેના જવાબમાં રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે આરબીઆઈ પાસે વર્ષ 2016થી 2018 સુધીના 27,380 રૂપિયા છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી