મૌદ્રિક નીતી / RBI આજે વ્યાજ દરોની જાહેરાત કરશે, રેપો રેટમાં ફેરફારની શકયતા નહિવત

RBI monetary policy: Analyst expect no change in interest rate

Divyabhaskar.com

Dec 05, 2018, 01:20 PM IST

- હાલનો રેપો રેટ 6.5%, આરબીઆઈએ ગત બેઠકમાં પણ વ્યાજ દરો સ્થિર રાખ્યા હતા
- રેપો રેટ એ દર છે જેની પર આરબીઆઈ બેન્કોને લોન આપે છે

મુંબઈઃ RBI(રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા) બુધવારે વ્યાજ દરોની જાહેરાત કરશે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે રેપો રેટમાં ફેરફારની શકયતા નથી. હાલનો દર 6.5 ટકા છે. આરબીઆઈએ ઓક્ટોબરની સમીક્ષા બેઠકમાં પણ દરો સ્થિર રાખ્યા હતા. રેપો રેટ એ દર છે જેની પર આરબીઆઈ બેન્કોની લોન આપે છે. તેના ઘટવા અને વધવાથી આમ લોકોને મળનારી લોનના દરો પર પણ અસર પડે છે.

રિટેલ મોંઘવારી દર આરબીઆઈના લક્ષ્યથી ઓછો

1 ઓક્ટોબરમાં રિટેલ મોંઘવારી દર 3.31 ટકા રહ્યો હતો. જે છેલ્લા 13 મહીનામાં સૌથી ઓછો છે. રિટેલ મોંઘવારી સતત 3 મહીનાથી આરબીઆઈના 4 ટકાના લક્ષ્યથી પણ નીચે છે. એવામાં એનાલિસ્ટોનું માનવું છે કે આરબીઆઈ રેપો રેટમાં વધારો કરશે નહિ. વ્યાજ દરને નક્કી કરતી વખતે આરબીઆઈ રિટેલ મોંઘવારી દરને ધ્યાનમાં રાખે છે.

ગત બેઠકમાં આરબીઆઈએ આઉલટલુક સખ્ત કર્યો હતો

2 આરબીઆઈએ ગત બેઠકમાં રેપો રેટ તો વધાર્યા ન હતા, પરંતુ આઉટલુક ન્યુટ્રલમાંથી બદલીને સખ્ત કર્યો હતો. એટલે કે આગળ વ્યાજ દરમાં વધારો કરવામાં આવી શકે છે. ગત બેઠકમાં આરબીઆઈની 6 સભ્યોની મોનિટરી પોલીસી કમિટીમાં માત્ર એક મેમ્બર ચેતન ઘાટે રેપો રેટ 0.25 ટકા વધારવાના પક્ષમાં વોટ કર્યો હતો.

3 રિઝર્વ બેન્કની બેઠકના નિર્ણય પર એટલા માટે ખાસ નજર છે કારણ કે આરબીઆઈની સ્વાયત્તાને લઈને તેના સરકાર સાથે થયેલા વિવાદો બાદ આ પ્રથમ સમીક્ષા બેઠક છે. જોકે 19 નવેમ્બરે આરબીઆઈ બોર્ડની બેઠકમાં વિવાદના કેટલાક મુદ્દા પર સહમતિ બની હતી.

X
RBI monetary policy: Analyst expect no change in interest rate
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી