પનામા કેસમાં શરીફ જેલમાં ગયા, રમણ સિંહના પુત્ર સામે નથી લેવાયા કોઈ પગલાઃ રાહુલ ગાંધી

Rahul Gandhi lambasted son of Raman Singh in Chhattisgarh

Divyabhaskar.com

Nov 10, 2018, 05:00 PM IST

કાંકેર (છતીસગઢ). છતીસગઢમાં આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાંકેરમાં જનસભાને સંબોધી હતી. અહીં તેમણે મુખ્યમંત્રી રમણ સિંહને ભષ્ટ્રાચારી ગણાવ્યા હતા.

રાહુલ ગાંધીએ પનામા કેસમાં રમણ સિંહના પુત્રનું નામ લઈને જણાવ્યું હતું કે જે કેસમાં પાકિસ્તાન જેવા દેશના વડાપ્રધાન નવાઝ શરીફને જેલની સજા થાય છે, તે કેસમાં રમણ સિંહના પુત્રનું નામ આવવા છતા કોઈ પણ એક્શન લેવામાં આવ્યા નથી. આ ઉદાહરણ આપીને રાહુલે વડાપ્રધાન મોદી સહિત રમણ સિંહ પર ભષ્ટ્રાચારનો આરોપ લગાવ્યો હતો.

રાહુલ ગાંધીએ પીડીએસ સ્કેમની પણ ચર્ચા કરી અને કહ્યું કે છત્તીસગઢના લોકોના 36 હજાર કરોડ રૂપિયા લૂટાવવામાં આવ્યા હતા. રાહુલે કહ્યું કે ડાયરી મિલી, ડાયરીમાં લખ્યું હતું કે સીએમએ મેડમને પૈસા આપ્યા, ડોક્ટર સાહેબને પૈસા આપ્યા, હું રમન સિંહને પૂછું છું કે આ સીએમ મેડમ કોણ છે, આ ડોક્ટર સાહેબ કોણ છે જેનું નામ આ કેસમાં આવ્યું હતું.

કાંકેરમાં રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કર્યો હતો. રાહુલે કહ્યું હતું કે હાલ જયારે ચૌકીદાર ભષ્ટ્રાચારની વાત કરતા નથી. ત્યારે મોદી કહે છે કે તે કરપ્શન સામે લડી રહ્યાં છે. પરંતુ જયારે વાત છત્તીસગઢની હોય છે ત્યારે તે એમ નથી કહેતા કે સીએમ ભષ્ટ્ર છે, તમારા 5 હજાર કરોડ રૂપિયા ચિટ-ફન્ડ સ્કેમમાં ગાયબ થઈ ગયા. 310 એફઆઈઆર નોંધાઈ, પરતું કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવમાં આવી નથી કારણ કે તેમાં સીએમ સામેલ હતા. રાહુલે છત્તીસગઢના લોકોને સંબોધિત કરતા કહ્યું કે તે દિલ્હીમાં તેમના સિપાઈ બનીને રહેશે. રાહુલે કહ્યું કે કોંગ્રેસ છત્તીગઢના લોકોને સ્કુલ અને શિક્ષણ આપશે.

આ સિવાય રાહુલે અહીં ખેડૂતોની વાત પણ કહી હતી. તેમણે વાયદો કર્યો હતો કે જો રાજયમાં કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે.

X
Rahul Gandhi lambasted son of Raman Singh in Chhattisgarh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી