હવે QR Codeથી ખુલશે બેન્ક એકાઉન્ટ, આધારનો નહિ થાય ઉપયોગ

QR code based offline Aadhaar may soon be in use

Divyabhaskar.com

Dec 03, 2018, 03:03 PM IST

- ટૂંક સમયમાં જ તમારે બેન્ક એકાઉન્ટ ખોલાવવા માટે આધાર કાર્ડની જરૂરી નહી પડે
- સુપ્રીમ કોર્ટ દ્વારા આધારની અનિવાર્યતા ખત્મ કર્યા બાદ સરકાર અને RBI આધારના સ્થાને QR Codeનો ઉપયોગ શરૂ કરી શકે છે

નવી દિલ્હીઃ ટૂંક સમયમાં જ તમારે બેન્ક એકાઉન્ટ ખોલાવવા માટે આધાર કાર્ડની જરૂરી નહી પડે. સુપ્રીમ કોર્ટ દ્વારા આધારની અનિવાર્યતા ખત્મ કર્યા બાદ સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) આધારના સ્થાને QR Code પર આધારિત ઓફલાઈન આધારનો ઉપયોગ શરૂ કરી શકે છે. હાલ આ મુદ્દે સરકાર અને આરબીઆઈની વચ્ચે વાતચીત થઈ રહી છે. જો આ મુદ્દે બધુ યોગ્ય રહ્યું તો બેન્ક એકાઉન્ટ ખોલાવવા, પેમેન્ટ વોલેટ ઓપરેટ કરવા અને ઈન્શ્યુરન્સ કવર ખરીદવા માટે બાયોમેટ્રિક eKYCના સ્થાને આ નવા ઓફલાઈન આધારનો ઉપયોગ કરવામાં આવશે.

ડોક્યુમેન્ટ પર હશે ડિજિટલ સાઈન

- સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ આદેશ આપ્યો હતો કે બેન્ક ખાતુ ખોલાવવા માટે આધાર કાર્ડ અનિવાર્ય નથી. બાદમાં ઓફલાઈન આધારના ઉપયોગની ચર્ચા શરૂ થઈ. ઓફલાઈન આધારનું Unique Identification Authority of Indiaના સર્વર સાથે કોઈ કનેકશન નહિ હોય. QR Code વાળા પ્રિન્ટ આઉટને UIDAI દ્વારા ડિજિટલી સાઈન કરવામાં આવશે, જેનાથી આ ડોક્યુમેન્ટ રેશન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ અને વોટર આઈડી જેટલું ભરોસાપાત્ર બનશે. સાથે જ પાસપોર્ટ ઓફિસ અને બેંકોને આ કારણે સરળતા રહેશે.

સુરક્ષિત હશે નવું આધાર

- UIDAIના જણાવ્યા પ્રમાણે ઓફલાઈન આધાર કેવાયસીની નવી રીત હોઈ શકે છે. તેમાં વ્યક્તિનું નામ, ફોટોગ્રાફ અને એડ્રેસ સિવાયની બાકીની માહિતી ગુપ્ત રહે છે. તે લોકોની જાણકારીને સુરક્ષિત રાખવાની સરળ રીતે હોઈ શકે છે.

UIDAI સાથે વાતચીત જરૂરી

- ઓફલાઈન આધારની સુવિધા આરબીઆઈ દ્વારા આપવામાં આવશે, જોકે આ માટે આરબીઆઈએ પહેલા એક સરક્યુર્લર નીકાળવાનો રહેશે. રિઝર્વ બેન્કે UIDAIની સાથે બે-ત્રણ બેઠક કરી છે. આધાર એજન્સીનું સુચન છે કે કેવાયસી માસ્ટર સરક્યુર્લરમાં સુધારો કરવામાં આવે, જેના નવા નિયમ સુપ્રીમ કોર્ટના આદેશો મુજબ હોય. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આધાર કાર્ડ માત્ર એવા લેણદેણમાં અનિવાર્ય હશે જયાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થઈ રહ્યાં હોય કે પછી જેમાં Pan નંબરની જરૂરિયાત પડી રહી હોય.

X
QR code based offline Aadhaar may soon be in use
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી