પ્રિયંકા ચોપડાએ ડેટિંગ એપમાં ઈન્વેસ્ટ કરીને કરી નવી જિંદગીની શરૂઆત

પ્રિયંકા ચોપડાએ એજયુકેશન કંપની હોલબર્ટૂન સ્કુલ અને ડેટિંગ અને સોશિયલ મિડિયા એપ બબલમાં રોકાણ કરવાનું નક્કી કર્યું છે

Divyabhaskar.com | Updated - Oct 11, 2018, 04:03 PM
Priyanka Chopra invests in startsup

નવી દિલ્હીઃ ફિલ્મોમાં કામ કરીને બધાનું દિલ જીતનારી બોલિવુડ એકટ્રેસ પ્રિયંકા ચોપડા પોતાની જીંદગીમાં એક નવી શરૂઆત કરવા જઈ રહી છે. અહીં અમે તેના લગ્નની વાત નથી કરતા. પરંતુ પ્રિયંકા ચોપડા હવે ઈન્વેસ્ટર બની ગઈ છે. ગત સપ્તાહમાં તેણે એક ટેક ઈન્વેસ્ટર તરીકે નવી જિંદગીની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. પ્રિયંકાએ જણાવ્યું છે કે તે એજ્યુકેશન કંપની હોલબર્ટૂન સ્કુલ અને ડેટિંગ અને સોશિયલ મિડિયા એપ બબલમાં ઈન્વેસ્ટ કરશે.


એજયુકેશન કંપની અને સોશિયલ મિડિયામાં કરશે રોકાણ

એક ટવીટમાં પ્રિયંકાએ કહ્યું કે, મારા માટે એક નવો અધ્યાય છે. @bumble અને @holbertonschoolની સાથે ભાગીદારી કરવા ખૂબ જ ઉત્સુક છે. હું બંને કંપનીઓનો હિસ્સો બનીને ગૈરવ અનુભવી રહી છું. બંને કંપનીઓ ટેક સ્પેસમાં લૈંગિક સમાનતા અને વિવિધતા માટે જાણીતી છે. તેનો સમાજિક પ્રભાવ પણ હોય છે. જયારે ન્યુયોર્ક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે ટેકનોલોજીના ક્ષેત્રમાં ઈન્વેસ્ટ કરવાથી સોશિયલ પ્રભાવ પડે છે. ખાસ કરીને એ કંપનીઓમાં જે મહિલાઓ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે.

ઈન્વેસ્ટમેન્ટની સાથે જ પ્રિયંકા કંપનીના બોર્ડ ઓફ એડવાઈઝરમાં થશે સામેલ

હોલબર્ટૂન સ્કુલે ટવીટ કરતા કહ્યું કે સ્ટાર્ટઅપ ઈન્વેસ્ટર તરીકે પ્રિયંકા ચોપડાએ નવી કંપનીથી શરૂઆત કરી છે. તે એક કોડિંગ એજયુકેશન કંપની છે. હોલબર્ટૂન સ્કુલ પરિવારમાં તમારું સ્વાગત છે. હોલબર્ટૂન સ્કૂલમાં પ્રિયંકાએ જે ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. તે 82 લાખ ડોલર રાઉન્ડ ફન્ડિંગનો હિસ્સો છે. ઈન્વેસ્ટમેન્ટની સાથે જ પ્રિયંકા કંપનીના બોર્ડ ઓફ એડવાઈઝરમાં સામેલ થશે. હોલબર્ટૂન સ્કૂલ એક એવો પ્રોજેકટ છે. જે સોફટવેર એન્જિનિયર માટે વૈકલ્પિક શિક્ષણનું માધ્યમ છે.

પ્રિયંકા સહિતના ઘણાં એકટ્રેસે કર્યું છે સ્ટાર્ટઅપમાં રોકાણ

જયારે સોશિયલ મિડિયા અને ડેટિંગ એપ 'બંબલ' ઈન્ડિયામાં પણ લોન્ચ થનાર છે. બંબલને પ્રિયંકાને સાથ મળી ચુકયો છે. પ્રિયંકાનું કહેવું છે કે મહિલાઓને પ્રેમ જોયતો હોય છે, તેમને મિત્રતા કરવી ગમે છે. અને તેમને કેરિયર પણ બનાવવાનું હોય છે. આ એક એવી ડિજટલ કોમ્યુનિટી છે, જે આ તમામ ઉપલબ્ધ કરાવે છે. આ સિવાય મહિલાઓને સશ્કત થવાની તક પણ આપે છે. જોકે પ્રિયંકા બોલિવુડની પ્રથમ ઈન્વેસ્ટર્સ નથી. અગાઉ સલમાન ખાન, કરિશ્મા કપૂર અને ઋત્વિક રોશન પહેલા ઘણા સ્ટાર્ટઅપમાં રોકણ કરી ચુકયા છે.

X
Priyanka Chopra invests in startsup
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App