દિલ્હીમાં પેટ્રોલ 19 પૈસા સસ્તું થયું, રૂ. 78.99 થઈ કિંમત, ડિઝલમાં થયો 11 પૈસાનો ઘટાડો

આંતરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રુડ 73 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયું છે

Divyabhaskar.com | Updated - Nov 03, 2018, 04:05 PM
Price of petrol and diesel reduced in Delhi

નવી દિલ્હીઃ પેટ્રોલ શનિવારે 19 પૈસા સસ્તું થયું છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 78.99 રૂપિયા અને મુંબઈમાં 84.49 રૂપિયા થયો છે. જયારે ડિઝલનો ભાવ 11થી 12 પૈસા સુઘી ઘટયો છે. ક્રુડનો રેટ ઓછો થવા અને રૂપિયામાં મજબૂતાઈના કારણે ક્રૂડ કંપનીઓ પેટ્રોલ-ડિઝલની કિંમતો ઘટાડી રહી છે. આંતરાષ્ટ્રીય બજારમાં શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ 73 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયું છે. ડોલરની સરખામણીમાં રૂપિયો શુક્રવારે 100 પૈસ મજબૂત થયો છે.

મેટ્રો શહેરોમાં પેટ્રોલ


શહેર
શુક્રવારનો રેટ ( રૂપિયા/લિટર) શનિવારનો રેટ ( રૂપિયા/લિટર) ઘટાડો
દિલ્હી 79.18 78.99 19 પૈસા

મંુબઈ
84.68 84.49 19 પૈસા

મેટ્રો શહેરોમાં ડિઝલ

શહેર શુક્રવારનો રેટ ( રૂપિયા/લિટર) શનિવારનો રેટ ( રૂપિયા/લિટર) ઘટાડો
દિલ્હી 73.64 73.53 11 પૈસા
મુંબઈ 77.18 77.06 12 પૈસા

દિલ્હીમાં 17 દિવસ ( 18 ઓક્ટોબરથી 3 નવેમ્બર)માં પેટ્રોલ 3.84 રૂપિયા સસ્તું થયું છે. આ દરમિયન મુંબઈમાં પેટ્રોલ 3.81 રૂપિય સસ્તું થયું છે. 18 ઓક્ટોબર પહેલા ઓઈલ કંપનીઓ સતત કિંમતો વધારી રહી હતી. માત્ર 5 ઓક્ટોબરે પેટ્રોલ-ડિઝલ 2.5 રૂપિયા સસ્તું થયું હતું.

કેન્દ્ર સરકારે 4 ઓક્ટોબરે પેટ્રોલ-ડિઝલ પર એક્સાઈઝ ડયુટી 1.5 રૂપિયા ઘટાડી હતી. ઓઈલ કંપનીઓને 1 રૂપિયો ઘટાડવા માટે કહેવામાં આવ્યું હતું. આ રીતે 5 ઓક્ટોબરે 2.5 રૂપિયાની રાહત મળી હતી.

X
Price of petrol and diesel reduced in Delhi
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App