88 વર્ષ જૂની ફોર્ચ્યૂન મેગેઝીનને રૂ.1070 કરોડમાં ખરીદશે પોકફેંડ ગ્રૂપના જેરાવેનન

ચેટચેવલ જેરાવેનન થાઈલેન્ડના પોકફેંડ ગ્રૂપની ઘણી કંપનીઓના બોર્ડમાં સામેલ છે

divyabhaskar.com | Updated - Nov 11, 2018, 02:01 AM
88 year old Fortune Magazine Sold to Thai Businessman for Rs 1095 cr

મેરિડિથ પબ્લિશર કંપની 88 વર્ષ જૂની ફોર્ચ્યુન મેગઝીનને 1.095 કરોડ રૂપિયા (15 કરોડ ડોલર)માં વેચવા માટે તૈયાર થઈ ગઈ છે. કંપનીએ શુક્રવારે તેની જાણકારી આપી. થાઇલેન્ડના બિઝનેસમેન ચેટચેવલ જેરાવેનન (56) ફોર્ચ્યુનને ખરીદશે.

ન્યૂયોર્કઃ મેરિડિથ પબ્લિશર કંપની 88 વર્ષ જૂની ફોર્ચ્યૂન મેગઝીનને 1.070 કરોડ રૂપિયા (15 કરોડ ડોલર)માં વેચવા માટે તૈયાર થઈ ગઈ છે. કંપનીએ શુક્રવારે તેની જાણકારી આપી. થાઇલેન્ડના બિઝનેસમેન ચેટચેવલ જેરાવેનન (56) ફોર્ચ્યૂનને ખરીદશે. તેઓ કેરોઇન પોકફેંડ ગ્રૂપની અનેક કંપનીઓના બોર્ડમાં સામેલ છે. તેઓ ગ્રૂપના ચેરમેન સુમેત જેરાવેનનના દીકરા છે. પરંતુ, ફોર્ચ્યૂન મેગઝીન માટે વ્યક્તિગત રીતે ડીલ કરી છે. આગામી મહિનાના અંત સુધીમાં સોદો ફાઇનલ થવાની આશા છે.

ફોર્ચ્યૂનની એડિટોરિયલ ટીમમાં ફેરફાર નહીં થાય


- પોકફેંડ ગ્રૂપ થાઇલેન્ડની સૌથી મોટા બિઝનેસ હાઉસ પૈકીનું એક છે. ટેલિકોમ્યુનિકેશન્સ, ફૂડ, રિટેલ, ઓટોમેટિવ, ફાઇનાન્સ અને ફાર્મા સહિત અનેક બીજા સેક્ટરમાં સમૂહનો કારોબાર ફેલાયેલો છે. જેરાવેનનનો પરિવાર થાઇલેન્ડના સૌથી અમીર પરિવારોમાં સામેલ છે. ચેટચેવલ જેરાવેનનનું કહેવું છે કે તેઓ ફોર્ચ્યૂનને દુનિયાની લીડિંગ બ્રાન્ડ તરીકે સ્થાપતિ કરવા માંગે છે.
- ફોર્ચ્યૂનના પ્રેસિડન્ટ એલન મુરે સીઈઓ તરીકે જવાબદારી સંભાળશે. તેઓએ કહ્યું કે મેગઝીનના નવા માલિક ચીનમાં ખાસ કરીને તેનો વિસ્તાર કરવા માંગે છે. ક્લિફટન લીફ એડિટર-ઇન-ચીફ તરીકે ચાલુ રહેશે.
- ફોર્ચ્યૂનના પ્રેસિડન્ટ મુરેએ જણાવ્યું કે થોડાક વર્ષોમાં પ્રિન્ટની આવક ઘટી ગઈ અને મેગઝીનનું વેચાણ પણ ઘટ્યું છે. ગયા વર્ષે વેચાણ 10 કરોડ ડોલરથી પણ ઓછું રહ્યું હતું. ફોર્ચ્યૂનનો 60% રેવન્યૂ ડિજિટલ એડર્વટાઇઝિંગ અને કોન્ફ્રરન્સથી થાય છે.

મેરેડિથે જાન્યુઆરીમાં ટાઇમ કંપનીને ખરીદી લીધી હતી


- ટાઇમ કંપનીના કો-ફાઉન્ડર હેનસી લૂસે 1930માં ફોચ્યુનને શરૂ કર્યું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં ટાઇમ કંપનીને મેરેડિથ ગ્રૂપે ખરીદી લીધી હતી. મેરેડિથે તે દરમિયાન પોતાની ન્યૂઝ અને સ્પોર્ટ્સ બ્રાન્ડને વેચવાની જાહેરાત કરી હતી.
- મેરેડિથે સપ્ટેમ્બરમાં ટાઇમ મેગઝીનને 19 કરોડમાં વેચી દીધી હતી. તેને સેલ્સફોર્સ ડોટ કોમના ફાઉન્ડર માર્ક બેનિઓફ અને તેમની પત્નીએ ખરીદ્યું હતું.

X
88 year old Fortune Magazine Sold to Thai Businessman for Rs 1095 cr
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App