પીએનબી ગોટાળો / નીરવ મોદીની પત્ની વિરુદ્ધ વિશેષ કોર્ટે બિનજામીન પાત્ર વોરન્ટ ઈસ્યુ કર્યું

Divyabhaskar.com

Mar 16, 2019, 04:10 PM IST
PNB fraud: Mumbai court issues NBW against Nirav Modi's wife
X
PNB fraud: Mumbai court issues NBW against Nirav Modi's wife

  • નીરવે અમેરિકામાં 207 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદીને પત્નીના નામે કરી છે
  • ઈડીએ થોડા દિવસો પહેલા સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી, તેમાં નીરવની પત્ની આરોપી

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે(ED)ના મામલાઓની સુનાવણી કરનારી વિશેષ કોર્ટે શુક્રવારે પીએનબી ગોટાળાના સિલસિલામાં નીરવ મોદીની પત્ની અમીની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ ઈસ્યુ કર્યું છે. પંજાબ નેશનલ બેન્ક(પીએનબી)ના ગોટાળામાં ઈડીએ નવી ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં પ્રથમ વાર નીરવ મોદીની પત્ની અમીનું નામ પણ સામેલ કરીને તેને આરોપી બનાવી છે.

ઈડીની ચાર્જશીટમાં નીરવના પરિવારના અન્ય સભ્યો પણ આરોપી

1.ચાર્જશીટમાં ઈડીએ દાવો કર્યો હતો કે અમીએ અમેરિકામાં બે પ્રોપર્ટી ખરીદી છે. એજન્સીએ કહ્યું હતું કે નીરવ મોદીએ અમેરિકાના સેન્ટ્રલ પાર્કમાં 3 કરોડ ડોલર(લગભગ 207 કરોડ રૂપિયા)માં બે પ્રોપર્ટી ખરીદી અને બાદમાં તેમણે તેમની પત્ની અમીનું નામ ટ્રાન્સફર કરી દીધું છે.
2.ઈડીએ મોદીના નામની કંપનીઓ સિવાય સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં તેના પરિવરના ઘણાં સભ્યો નિશાલ મોદી, નેહલ મોદી, પૂર્વી મોદી, એલિયાસ મહેતાના નામ પણ લખ્યા છે. ઈડીએ દાવો કર્યો છે કે નીરવ મોદીના પરિવારના સભ્યોએ છેતરપિંડીમાં તેમનો સાથ આપ્યો છે.
3.13,700 કરોડ રૂપિયાના પીએનબી ગોટાળાના આરોપી નીરવ મોદી લંડનમાં રહી રહ્યાં છે. ત્યાં હીરાનો બિઝનેસ પણ કરી રહ્યાં છે. ભારત તેના પ્રત્યાર્પણની કોશિશમાં લાગેલું છે.     
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી