પેટ્રોલ 28 પૈસા મોંઘું; મુંબઈમાં ભાવ સૌથી વધુ લિટર દીઠ રૂ. 88.67

શુક્રવારે બંને શહેરોમાં પેટ્રોલના ભાવમાં 28 પૈસાનો વધારો થયો
શુક્રવારે બંને શહેરોમાં પેટ્રોલના ભાવમાં 28 પૈસાનો વધારો થયો

દિલ્હીમાં પેટ્રોલનો લિટર દીઠ ભાવ રૂ. 81.28 અને મુંબઈમાં 88.67 રૂપિયા થઈ ગયું છે. શુક્રવારે બંને શહેરોમાં પેટ્રોલના ભાવમાં 28 પૈસાનો વધારો થયો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે

divyabhaskar.com

Sep 14, 2018, 11:18 AM IST

નવી દિલ્હી: દિલ્હીમાં પેટ્રોલનો લિટર દીઠ ભાવ રૂ. 81.28 અને મુંબઈમાં 88.67 રૂપિયા થઈ ગયો છે. શુક્રવારે બંને શહેરોમાં પેટ્રોલના ભાવમાં 28 પૈસાનો વધારો થયો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને ડોલરની સરખામણીએ રૂપિયાની નબળાઈના કારણે તેલ કંપનીઓ પેટ્રલો-ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)એ પણ ઈંધણના ભાવમાં હજુ વધારો થવાનો અંદાજ રજૂ કર્યો છે.

ક્રૂડની બેરલ દીઠ કિંતમ 80 ડોલરની આસપાસ છે. આ દરમિયાન ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)નું કહેવું છે કે, ઈરાન અને વેનેઝુએલાથી તેલની ખપત પૂરી થતી ન હોવાથી ક્રૂડ ઓઈલની કિંમત હજુ વધવાની શક્યતા છે.

ઈરાનથી તેલનો સપ્લાય ઘટ્યો


IEAના રિપોર્ટ પ્રમાણે ઈરાન પર અમેરિકા પ્રતિબંધ નાખે તે પહેલાં જ ત્યાંથી તેલનો સપ્લાય ઘટ્યો છે. આગામી મહિનાઓમાં મદ્ય પૂર્વી દેશોમાં પણ તેલની અછત વધુ વર્તાશે. નેવેઝુએલામાં આર્થિક સંકટના કારણે ત્યાં ઉત્પાદન 10 વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયું છે.

મેટ્રો શહેરમાં પેટ્રોલના ભાવ

શહેર ગુરુવારનો ભાવ (લીટર દીઠ રૂમાં) શુક્રવારનો ભાવ (લીટર દીઠ રૂમાં) વધારો
દિલ્હી 81.00 81.28 28 પૈસા
મુંબઈ 88.39 88.67 28 પૈસા
કોલકાતા 82.87 83.14 27 પૈસા
ચેન્નાઈ 84.19 84.49 30 પૈસા

દિલ્હીમાં આ રીતે નક્કી થાય છે પેટ્રોલના ભાવ

રિફાઈનિંગ પછી ડીલરને વેચવામાં આવેલાં પેટ્રોલની કિંમત 40.45 રૂ.
ડીલર કમિશન 3.64 રૂ.
એક્સાઈઝ ડ્યૂટી 19.48 રૂ.
દિલ્હીમાં 27 % વેટ 17.16 રૂ.
કુલ ટેક્સ 36.64 રૂ.
પેટ્રોલનો ફાઈનલ ભાવ
80.73 રૂ.


X
શુક્રવારે બંને શહેરોમાં પેટ્રોલના ભાવમાં 28 પૈસાનો વધારો થયોશુક્રવારે બંને શહેરોમાં પેટ્રોલના ભાવમાં 28 પૈસાનો વધારો થયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી