વધારો / પેટ્રોલના ભાવ 38 પૈસા વધીને 70ને પાર, 5 દિવસમાં 1.63 રૂપિયાનો વધારો

Petrol Diesel prices hiked in last 5 days petrol cross 70 rupees per liters
X
Petrol Diesel prices hiked in last 5 days petrol cross 70 rupees per liters

  • ઓઈલ કંપનીઓ 10 જાન્યુઆરીથી સતત કિંમતો વધારી રહી છે.

  • આ દરમિયાન દિલ્હીમાં ડીઝલ 1.94 રૂપિયા મોંઘુ

Divyabhaskar.com

Jan 14, 2019, 09:03 AM IST

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સોમવારે સતત 5માં દિવસ વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 38 પૈસા વધીને 70.13 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં રેટ 38 પૈસા વધીને 75.77 રૂપિયા થઈ ગયા છે. બંને શહેરોમાં ડીઝલની કિંમતોમાં 49 પૈસાથી 52 પૈસાનો વધારો નોંધાયો છે.

 

10 જાન્યુઆરીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ 5 દિવસોમાં દિલ્હીમાં પેટ્રોલ 1.63 અને ડીઝલ 1.94 રૂપિયા મોંઘુ થયું છે. ઓઈલ કંપનીઓ ઈન્ટરનેશનલ બજારમાં ક્રુડ ઓઈળના ભાવમાં ડોલર-રૂપિયાના એક્સચેન્જ રેટના હિસાબે કિંમત નક્કી કરે છે. 

1. મેટ્રો શહેરમાં પેટ્રોલ
શહેર રવિવારનો રેટ(રૂ/લીટર) સોમવારનો રેટ(રૂ/લીટર) વધારો
દિલ્હી 69.75 70.13 38 પૈસા
મુંબઈ 75.39 75.77 38 પૈસા

 

2. મેટ્રો શહેરમાં ડીઝલ
શહેર રવિવારનો રેટ(રૂ/લીટર) સોમવારનો રેટ(રૂ/લીટર) વધારો
દિલ્હી 63.69 64.18 49 પૈસા
મુંબઈ 66.66 67.18 52 પૈસા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી