પેટ્રોલ-ડીઝલના ભાવોએ ફરી તોડ્યો રેકોર્ડ, મુંબઈમાં 89.29 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યુ પેટ્રોલ

પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો યથાવત છે. રોજબરોજ ભાવ નવી ઉંચાઈએ પહોંચી રહ્યાં છે.

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 08:44 AM
Petrol Diesel price today also increase

પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો યથાવત છે. રોજબરોજ ભાવ નવી ઉંચાઈએ પહોંચી રહ્યાં છે. રવિવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવોએ રેકોર્ડ તોડ્યો. રવિવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 28 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. પરિણામે કિંમત 81.91 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે.

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો યથાવત છે. રોજબરોજ ભાવ નવી ઉંચાઈએ પહોંચી રહ્યાં છે. રવિવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવોએ રેકોર્ડ તોડ્યો. રવિવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 28 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. પરિણામે કિંમત 81.91 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે. તો રાજધાનીમાં ડીઝલ પણ 18 પૈસા લીટરના કિંમતે વધતાં રવિવારે 73.72 રૂપિયા પ્રતિ લીટરે ભાવ પહોંચી ગયો છે.

મુંબઈમાં 90 રૂપિયાની નજીક પેટ્રોલ


- રવિવારે મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 28 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. પરિણામે આર્થિક રાજધાની મુંબઈમાં રવિવારે પેટ્રોલ 89.29 રૂપિયા પ્રતિ લીટરની કિંમત વેચાય રહ્યું છે.
- તો ડીઝલના ભાવોમાં 19 પૈસાનો વધારો થતાં રવિવારે ડીઝલના ભાવ 78.26 રૂપિયા પ્રતિ લીટરને આંબી ગયા છે.
- શનિવારે મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 34 પૈસા પ્રતિ લીટર જ્યારે ડીઝલમાં 25 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો હતો.

હજુ પણ ભાવ વધશે તેવી શક્યતા


- વિશેષજ્ઞોના મતે આવનારા સમયમાં ભારતીય બજારોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો હજુ આકાશ આંબી શકે છે.
- પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારા પાછળ રૂપિયો એક મોટું કારણ છે. રૂપિયામાં સતત કડાકાને પગલે ઓઈલ કંપનીઓ વારંવાર કિંમતોમાં ફેરફાર કરી રહ્યાં છે.

X
Petrol Diesel price today also increase
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App