ઇંધણઃ રૂ. 5ની રાહત પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો, 4 દિવસમાં 76 પૈસા વધ્યા

આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલના ભાવ વધવાના કારણે ભારતમાં રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે

divyabhaskar.com | Updated - Oct 09, 2018, 11:02 AM
Petrol-diesel price hike in Delhi and Mumbai on 9th October

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં આપવામાં આવેલી છૂટને હજુ એક સપ્તાહ પણ નથી થયું અને ફરી પાછા ઈંધણના ભાવમાં વધારો થવાનો શરૂ થઈ ગયો છે. છેલ્લા ચાર દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થતો હોવાથી ભારતમાં પણ રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

મંગળવારે પણ દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 23 પૈસાનો અને ડીઝલના ભાવમાં 29 પૈસાનો વધારો નોંધવામાં આવ્યો છે. આમ હવે દિલ્હીમાં લીટર દીઠ પેટ્રોલનો ભાવ રૂ. 82.26 અને ડીઝલનો ભાવ રૂ. 74.11 થઈ ગયો છે. મુંબઈમાં પણ આજે પેટ્રોલના ભાવમાં 23 પૈસાનો વધારો થઈને લીટર દીઠ ભાવ રૂ. 87.73 અને ડીઝલનો ભાવ 31 પૈસા વધીને રૂ. 77.68 થઈ ગયો છે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલના ભાવમાં રૂ. 2.50ની છૂટ આપવામાં આવી હતી અને તેની સામે છેલ્લા ચાર દિવસમાં 76 પૈસાનો વધારો થઈ ગયો છે.

X
Petrol-diesel price hike in Delhi and Mumbai on 9th October
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App