દિલ્હીમાં પેટ્રોલ રૂ.80ને પાર, મુંબઈમાં રૂ.88ની નજીક, 3 દિવસમાં 1 રૂપિયાનો વધારો

ચાર મેટ્રો શહેરમાં પેટ્રોલના ભાવ દિલ્હીમાં સૌથી ઓછા, મુંબઈમાં સૌથી વધારે

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 11:27 AM
Petrol and Diesel prices in Delhi are Rs 80.38 per litre & Rs 72.51 per litre

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ શનિવારે 39 પૈસા મોંઘું થઈને 80.38 રૂપિયા પર પહોંચી ગયું. મુંબઈમાં 38 પૈસાના વધારો કરવામાં આવ્યો. મુંબઈમાં એક લીટર પેટ્રોલ 87.77 રૂપિયા થઈ ગયું. ત્રણ દિવસમાં 1 રૂપિયાથી વધુ વધારો થઈ ચૂક્યો છે.

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ શનિવારે 39 પૈસા મોંઘું થઈને 80.38 રૂપિયા પર પહોંચી ગયું. મુંબઈમાં 38 પૈસાના વધારો કરવામાં આવ્યો. મુંબઈમાં એક લીટર પેટ્રોલ 87.77 રૂપિયા થઈ ગયું. ત્રણ દિવસમાં 1 રૂપિયાથી વધુ વધારો થઈ ચૂક્યો છે. શનિવારે દિલ્હીમાં ડીઝલ 44 પૈસા અને મુંબઈમાં 47 પૈસા મોંઘું થયું. ઓઇલ કંપનીઓ ત્રણ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી રહી છે. માત્ર બુધવારે કોઈ ફેરફાર નહોતો કર્યો. આ પહેલા 26 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી સતત 10 દિવસ સુધી ભાવ વધારો કરવામાં આવ્યો હતો.

મેટ્રો શહેરમાં પેટ્રોલના ભાવ

શહેર શુક્રવારનો ભાવ (રૂ./પ્રતિ લીટર) શનિવારનો ભાવ (રૂ./પ્રતિ લીટર) વધારો (પૈસામાં)
દિલ્હી 79.99 80.38 39 પૈસા
મુંબઈ 87.39 87.77 38 પૈસા

મેટ્રો શહેરમાં ડીઝલના ભાવ

શહેર શુક્રવારનો ભાવ (રૂ./ પ્રતિ લીટર) શનિવારનો ભાવ (રૂ. / પ્રતિ લીટર) વધારો (પૈસામાં)
મુંબઈ 72.07 72.51 44
દિલ્હી 76.51 76.98 47

4 વર્ષમાં એક્સસાઇઝ ડ્યૂટી 9 વાર વધારી, માત્ર એક વાર ઘટાડી


કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 19.48 રૂપિયા અને ડીઝલ પર 15.33 રૂપિયા એક્સસાઇઝ ડ્યૂટી લે છે. છેલ્લીવાર ઓક્ટોબર 2017માં ડ્યૂટી 2 રૂપિયા ઘટાડી હતી. પરંતુ, 2014થી 2016ની વચ્ચે તેમાં 9 વાર વધારો કરાયો. આ દરમિયાન પેટ્રોલ પર એક્સસાઇઝ ડ્યૂટી 11.77 રૂપિયા અને ડીઝલ પર 13.47 રૂપિયા વધારી. તેનાથી 3 વર્ષમાં સરકારનું કલેક્શન બે ગણાથી વધુ થઈ ગયું. નાણાકિય વર્ષ 2014-15માં પેટ્રોલ-ડીઝલ પર એક્સસાઇઝ ડ્યુટીથી સરકારને 99,184 કરોડ રૂપિયા મળ્યા. બીજી તરફ, 2017-18માં તે આંકડો 2,29,019 કરોડે પહોંચ્યો.

X
Petrol and Diesel prices in Delhi are Rs 80.38 per litre & Rs 72.51 per litre
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App