મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ 90ને પાર, મુંબઈ-દિલ્હીમાં આજે થયો 14 પૈસાનો વધારો

પેટ્રોલ-ડીઝલમાં સતત છઠ્ઠા દિવસે પણ ભાવમાં વધારો થયો

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 10:17 AM
સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

પેટ્રોલ-ડીઝલના ભાવમાં મંગળવારે સતત છઠ્ઠા દિવસે પણ ભાવ વધારો થયો છે. મુંબઈમાં આજે પેટ્રોલનો ભાવ 14 પૈસા વધીને 88.26 અને દિલ્હીમાં 80.87 થયો છે. બંને શહેરોમાં 14 પૈસાનો વધારો થયો છે. મુંબઈમાં ડીઝલનો ભાવ 15 પૈસા વધીને 77.47

નવી દિલ્હી: મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ મંગળવારે 33 પૈસા મોંઘુ થીને 90.33ની સપાટીએ પહોંચી ગયું છે. આ સમગ્ર દેશમાં સૌથી વધારે ભાવ છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં મંગળવારે સતત છઠ્ઠા દિવસે પણ ભાવ વધારો થયો છે. મુંબઈમાં આજે પેટ્રોલનો ભાવ 14 પૈસા વધીને 88.26 અને દિલ્હીમાં 80.87 થયો છે. બંને શહેરોમાં 14 પૈસાનો વધારો થયો છે. મુંબઈમાં ડીઝલનો ભાવ 15 પૈસા વધીને 77.47 અને દિલ્હીમાં 14 પૈસા વધીને 72.97 થયો છે.

મેટ્રો શહેરમાં પેટ્રોલમા ભાવ

શહેર સોમવારનો ભાવ (લિટર/રૂમાં) મંગળવારનો ભાવ (લિટર/રૂમાં) વધારો
દિલ્હી 80.73 80.87 14 પૈસા
મુંબઈ 88.12 88.26 14 પૈસા

મેટ્રો શહેરમાં ડીઝલના ભાવ

શહેર સોમવારનો ભાવ (લિટર/રૂમાં) મંગળવારનો ભાવ (લિટર/રૂમાં) વધારો
દિલ્હી 72.83 72.97 14 પૈસા
મુંબઈ 77.32 77.47 15 પૈસા

અત્યારે કેન્દ્ર સરકાર એક લીટર પેટ્રોલ પર રૂ. 19.48 અને ડીઝલ પર રૂ. 15.33 એક્સાઈઝ ડ્યૂટી વસુલી રહ્યા છે. સરકારે સોમવારે ફરી એક વાર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાની ના પાડી દીધી છે.

X
સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારોસતત છઠ્ઠા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App